ઢોડિયા સમાજની ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટમાં ખેરગામ લાયન ચેમ્પિયન ચીખલી તાલુકાના કલિયારી ગામ ખાતે આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડ પર જય ભવાની મિત્ર મંડળ દ્વારા મકરસંક્રાંતિના પાવન પર્વ નિમિત્તે ઢોડિયા સમાજના ક્રિકેટ મિત્રોને પ્રોત્સાહન આપવાના હેતુથી દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં ઢોડિયા સમાજની કુલ 164 ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ટુર્નામેન્ટની અંતિમ ફાઇનલ મેચ ખેરગામ લાયન અને અટગામ ઇલેવન વચ્ચે રમાઈ હતી. જેમાં ખેરગામ લાયન ટીમે પ્રથમ બેટિંગ કરીને 6 ઓવરમાં 84 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. તેના જવાબમાં અટગામ ઇલેવન ટીમ 6 ઓવરમાં માત્ર 73 રન બનાવી શકતા ખેરગામ લાયન ટીમ વિજેતા બની હતી. ખેરગામ લાયનની જીત સાથે ગ્રાઉન્ડ પર હાજર સમર્થકો ડીજેના તાલે ઝૂમી ઉલ્લાસપૂર્વક વિજયની ઉજવણી કરી હતી. ચેમ્પિયન બનેલી ખેરગામ લાયન ટીમના તમામ ખેલાડીઓને ખેરગામ વાસીઓ તથા ક્રિકેટ રસિકોએ અભિનંદન પાઠવ્યા હતા. નોંધનીય છે કે છેલ્લા પાંચ વર્ષમાં યોજાયેલી ઢોડિયા સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટમાં ખેરગામ લાયન ટીમે ચાર વખત ફાઇનલ જીતી નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે.
રાષ્ટ્રીય આદિવાસી સાહિત્ય મહોત્સવ 2025 માં ધોડિયા ભાષા અને સંસ્કૃતિનો પડઘો પડ્યો રાષ્ટ્રીય આદિવાસી સાહિત્ય મહોત્સવ - ૨૦૨૫ સ્થાન: કોઝિકોડ (કેરળ) તારીખ: ૨૭ થી ૨૯ માર્ચ કેરળ સરકાર અને કેરળ ઇન્સ્ટિટ્યૂટ ફોર રિસર્ચ ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટ સ્ટડીઝ ઓફ શેડ્યુલ્ડ કાસ્ટ્સ એન્ડ શેડ્યુલ્ડ ટ્રાઇબ્સ (KIRTADS) ના સંયુક્ત પ્રયાસથી કોઝિકોડ (કાલિકટ) ખાતે રાષ્ટ્રીય આદિવાસી સાહિત્ય મહોત્સવ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રતિષ્ઠિત કાર્યક્રમમાં ભારતના વિવિધ રાજ્યોના સાહિત્યકારો, સંશોધકો અને આદિવાસી સંસ્કૃતિ નિષ્ણાતોએ ભાગ લીધો હતો. ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતા, પ્રખ્યાત કવિ-લેખક કુલીન પટેલને આ મહોત્સવમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું. પોતાના સંબોધનમાં, તેમણે ધોડિયા આદિવાસી સમુદાયની સમૃદ્ધ ભાષા, સંસ્કૃતિ અને પરંપરાઓ પર પ્રકાશ પાડ્યો. ખાસ કરીને, તેમણે 'કાંસેરી કથા' ની ઐતિહાસિક અને સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિની વિગતવાર ચર્ચા કરી, જેણે ઉપસ્થિત વિદ્વાનો અને સાહિત્ય પ્રેમીઓમાં ઊંડો રસ દાખવ્યો. ધોડિયા ભાષા અને સંસ્કૃતિની વિશેષતાઓ કુલીન પટેલે ધોડિયા ભાષામાં પોતાની કવિતાઓ સંભળાવીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધ...