ઢોડિયા ભાષા-સંસ્કૃતિના જતન માટે નિવૃત્ત શિક્ષક અરવિંદભાઈ એમ. પટેલનો અનોખો પ્રયાસ વલસાડ/નાનાપોઢા: વલસાડ જિલ્લાના નાનાપોઢા તાલુકાના **મુ.પો. ધોધડકુવા (ગામથાણા ફળિયા)**ના નિવાસી અને નિવૃત્ત શિક્ષક, સાહિત્યકાર શ્રી અરવિંદભાઈ એમ. પટેલ નિવૃત્તિ બાદ પણ ઢોડિયા આદિવાસી ભાષા, સંસ્કૃતિ અને લોકસાહિત્યના સંવર્ધન અને સંરક્ષણ માટે સતત કાર્યરત છે. "નિવૃત્તિમાં પ્રવૃત્તિ" તેમના જીવનનો મૂળ મંત્ર બની ગયો છે. અરવિંદભાઈએ અત્યાર સુધી ઢોડિયા ભાષા અને લોકસાહિત્ય પર આધારિત 15થી વધુ પુસ્તકો પ્રકાશિત કર્યા છે. જેમાં ભવોભવની પ્રીત, ચલ ઉડ પવન પાવડી, સાત ઠગનો એક ઠગ, ઘાટ ઘાટનાં પાણી, ચક્રમ ચાડિયો, અણ નાંય તે પોર, લાલિયો ઘોકો, વિસરાતી બાળ રમતો, તુણે કુકડે હવારાં, તીતીરભાઈ રે તીતીરભાઈ અને ઢોડિયામાં ગવાતાં લગ્નગીતો – નોતરાંણ જેવા ગ્રંથોનો સમાવેશ થાય છે. ઉપરાંત તેમણે NCERT-RIE માટે તાલીમ મોડ્યુલ તૈયાર કર્યા છે તેમજ **People's Linguistic Survey of India (PLSI)**માં ઢોડિયા ભાષા, સાહિત્ય અને વ્યાકરણ વિષયક મહત્વપૂર્ણ લેખન કર્યું છે. આકાશવાણી અમદાવાદ અને વડોદરા પરથી તેમના...
ધોડિયા સમાજનું ગૌરવ : દિકરી કૃતિકાએ એમબીબીએસની ડિગ્રી પ્રાપ્ત કરી. ચરી તા.ચીખલીનાં રહેવાસી અને નવસારી તાલુકામાં પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવતા મનોજભાઈ ડી.પટેલ તથા ગીતાબેન પટેલની દિકરી કૃતિકા પટેલે હાલ વર્ષ 2024માં MBBS ની ડીગ્રી પ્રાપ્ત કરી છે. જે બદલ તેમનો પરિવાર ખુશીની લાગણી વ્યક્ત કરે છે. સમાજની દીકરીઓ જ્યારે ભણીગણીને આગળ આવે ત્યારે સમાજના દરેક માતાપિતા માટે ગર્વની બાબત ગણાય છે. ડૉ.કૃતિકા પટેલ અને પરિવારને હાર્દિક અભિનંદન ભાઈ બહેનની જોડી ડૉ.કૃતિકા સાથે જય પટેલ