ઢોડિયા ભાષા-સંસ્કૃતિના જતન માટે નિવૃત્ત શિક્ષક અરવિંદભાઈ એમ. પટેલનો અનોખો પ્રયાસ વલસાડ/નાનાપોઢા: વલસાડ જિલ્લાના નાનાપોઢા તાલુકાના **મુ.પો. ધોધડકુવા (ગામથાણા ફળિયા)**ના નિવાસી અને નિવૃત્ત શિક્ષક, સાહિત્યકાર શ્રી અરવિંદભાઈ એમ. પટેલ નિવૃત્તિ બાદ પણ ઢોડિયા આદિવાસી ભાષા, સંસ્કૃતિ અને લોકસાહિત્યના સંવર્ધન અને સંરક્ષણ માટે સતત કાર્યરત છે. "નિવૃત્તિમાં પ્રવૃત્તિ" તેમના જીવનનો મૂળ મંત્ર બની ગયો છે. અરવિંદભાઈએ અત્યાર સુધી ઢોડિયા ભાષા અને લોકસાહિત્ય પર આધારિત 15થી વધુ પુસ્તકો પ્રકાશિત કર્યા છે. જેમાં ભવોભવની પ્રીત, ચલ ઉડ પવન પાવડી, સાત ઠગનો એક ઠગ, ઘાટ ઘાટનાં પાણી, ચક્રમ ચાડિયો, અણ નાંય તે પોર, લાલિયો ઘોકો, વિસરાતી બાળ રમતો, તુણે કુકડે હવારાં, તીતીરભાઈ રે તીતીરભાઈ અને ઢોડિયામાં ગવાતાં લગ્નગીતો – નોતરાંણ જેવા ગ્રંથોનો સમાવેશ થાય છે. ઉપરાંત તેમણે NCERT-RIE માટે તાલીમ મોડ્યુલ તૈયાર કર્યા છે તેમજ **People's Linguistic Survey of India (PLSI)**માં ઢોડિયા ભાષા, સાહિત્ય અને વ્યાકરણ વિષયક મહત્વપૂર્ણ લેખન કર્યું છે. આકાશવાણી અમદાવાદ અને વડોદરા પરથી તેમના...
Khergam: પોમાપાળ પ્રાથમિક શાળામાં 'સ્પોર્ટ્સ ડે' ઉજવાયો.
તારીખ : ૨૪-૦૨-૨૦૨૪નાં દિને પોમાપાળ પ્રાથમિક શાળામાં 'સ્પોર્ટ્સ ડે' ઉજવાયો હતો. આ સ્પોર્ટ્સ ડેની ઉજવણીમાં ધોરણ ૧થી૫નાં બાળકોએ ભાગ લીધો હતો. જેમાં સંગીત ખુરશી, સોય દોરો, સિક્કા શોધ, લીંબુ ચમચી, રીંગણ પકડ, કેળાં કૂદપકડ, માટલી ફોડ અને ગાળિયા પસાર જેવી રમત રમાડવામાં આવી હતી. બાળકોએ સ્પોર્ટ્સ ડે ઉજવણીમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ પ્રથમ ક્રમાંક મેળવવા પ્રયત્ન કરતાં જોવા મળ્યા હતા.
વિજેતા બાળકોને ઇનામ અર્પણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં. તેમજ શાળાનાં આચાર્યશ્રી વાસંતીબેન પટેલ દ્વારા ભાગ લીધેલ તમામ બાળકોને અભિનંદન પાઠવ્યા હતાં.









Comments
Post a Comment