Skip to main content

Posts

ઢોડિયા સમાજની ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટમાં ખેરગામ લાયન ચેમ્પિયન

ઢોડિયા સમાજની ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટમાં ખેરગામ લાયન ચેમ્પિયન ચીખલી તાલુકાના કલિયારી ગામ ખાતે આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડ પર જય ભવાની મિત્ર મંડળ દ્વારા મકરસંક્રાંતિના પાવન પર્વ નિમિત્તે ઢોડિયા સમાજના ક્રિકેટ મિત્રોને પ્રોત્સાહન આપવાના હેતુથી દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં ઢોડિયા સમાજની કુલ 164 ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ટુર્નામેન્ટની અંતિમ ફાઇનલ મેચ ખેરગામ લાયન અને અટગામ ઇલેવન વચ્ચે રમાઈ હતી. જેમાં ખેરગામ લાયન ટીમે પ્રથમ બેટિંગ કરીને 6 ઓવરમાં 84 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. તેના જવાબમાં અટગામ ઇલેવન ટીમ 6 ઓવરમાં માત્ર 73 રન બનાવી શકતા ખેરગામ લાયન ટીમ વિજેતા બની હતી. ખેરગામ લાયનની જીત સાથે ગ્રાઉન્ડ પર હાજર સમર્થકો ડીજેના તાલે ઝૂમી ઉલ્લાસપૂર્વક વિજયની ઉજવણી કરી હતી. ચેમ્પિયન બનેલી ખેરગામ લાયન ટીમના તમામ ખેલાડીઓને ખેરગામ વાસીઓ તથા ક્રિકેટ રસિકોએ અભિનંદન પાઠવ્યા હતા. નોંધનીય છે કે છેલ્લા પાંચ વર્ષમાં યોજાયેલી ઢોડિયા સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટમાં ખેરગામ લાયન ટીમે ચાર વખત ફાઇનલ જીતી નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે.

ધારાસભ્યશ્રી અનંતભાઇ પટેલના માતૃશ્રી સ્વ.મહાલક્ષ્મી બાને શ્રધ્ધાંજલી અર્પણ.

    ધારાસભ્યશ્રી અનંતભાઇ પટેલના માતૃશ્રી સ્વ.મહાલક્ષ્મી બાને શ્રધ્ધાંજલી અર્પણ 🙏💐💐🙏

Khergam: ખેરગામ જનતા માધ્યમિક શાળા ખાતે વિજ્ઞાન પ્રદર્શન કાર્યક્રમ યોજાયો.

                                 Khergam: ખેરગામ જનતા માધ્યમિક શાળા ખાતે વિજ્ઞાન પ્રદર્શન કાર્યક્રમ યોજાયો. જનતા માધ્યમિક શાળા ખેરગામ તેમજ એલ એન્ડ ટી પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ અને અગત્સ્ય ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે તારીખ : 28/02/ 2024 રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસના રોજ વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન ખેરગામ તાલુકાની જનતા માધ્યમિક શાળા ખેરગામ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં ખેરગામ તાલુકાના મામલતદારશ્રી ડી.સી.બ્રાહ્મણકાચ્છ સમારંભના અધ્યક્ષ તરીકે બિરાજમાન હતા અને સાથો સાથ તાલુકા વિકાસ અધિકારી શ્રી મહેશભાઈ વિરાણી,તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી મનીષભાઈ પરમાર તાલુકા પંચાયત પ્રમુખશ્રી રાકેશભાઈ પટેલ, તાલુકા પંચાયત ઉપપ્રમુખ શ્રીમતી લીનાબેન, ખેરગામ સરપંચ શ્રીમતી ઝરણાબેન પટેલ તેમજ અને શાળાના સંચાલક મંડળના પ્રમુખ શ્રી અરવિંદભાઈ પટેલ ઉપપ્રમુખશ્રી પ્રશાંતભાઈ પટેલ અને કોષાધ્યક્ષ શ્રી જગદીશભાઈ પટેલ સદર કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.અગસ્ત્ય ફાઉન્ડેશનના સહયોગથી કાર્યક્રમમાં શાળાના બાળકો દ્વારા કુલ 32 વૈજ્ઞાનિક કૃતિઓની રજૂઆત કરવા...

Khergam: પોમાપાળ પ્રાથમિક શાળામાં 'સ્પોર્ટ્સ ડે' ઉજવાયો.

                                        Khergam: પોમાપાળ પ્રાથમિક શાળામાં 'સ્પોર્ટ્સ ડે' ઉજવાયો. તારીખ : ૨૪-૦૨-૨૦૨૪નાં દિને પોમાપાળ પ્રાથમિક શાળામાં 'સ્પોર્ટ્સ ડે' ઉજવાયો હતો. આ સ્પોર્ટ્સ ડેની ઉજવણીમાં ધોરણ ૧થી૫નાં બાળકોએ ભાગ લીધો હતો. જેમાં સંગીત ખુરશી, સોય દોરો, સિક્કા શોધ, લીંબુ ચમચી, રીંગણ પકડ, કેળાં કૂદપકડ, માટલી ફોડ અને ગાળિયા પસાર  જેવી રમત રમાડવામાં આવી હતી. બાળકોએ સ્પોર્ટ્સ ડે ઉજવણીમાં  ઉત્સાહપૂર્વક ભાગ લઈ પ્રથમ ક્રમાંક મેળવવા પ્રયત્ન કરતાં જોવા મળ્યા હતા. વિજેતા બાળકોને ઇનામ અર્પણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં. તેમજ શાળાનાં આચાર્યશ્રી વાસંતીબેન પટેલ દ્વારા ભાગ લીધેલ તમામ બાળકોને અભિનંદન પાઠવ્યા હતાં.

ધોડીઆ આદિવાસીઓ દ્વારા મહા મહિના ટાણે નદી કિનારાઓ પર 'ઉજવણાં' ધરાયાં.

            ધોડીઆ આદિવાસીઓ દ્વારા મહા મહિના ટાણે નદી કિનારાઓ પર 'ઉજવણાં' ધરાયાં. બહુધા દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રના થાણે વિસ્તારમાં વસતા ધોડીઆ આદિવાસી સમુદાયના લોકો 'મહા' મહિના દરમિયાન અવસાન પામેલ વ્યકિતઓ માટેની છેલ્લી વિધિ 'ઉજવણાં' ધરે છે. પરંપરાગત આ વિધિને 'પરજણ' પણ કહે છે. ધોડીઆ આદિવાસીઓ માં જ જોવા મળતી આ પરંપરા અનુસાર એમની માન્યતા એવી છે કે 'સગા' દ્વારા આ વિધિ કરાય એના થકી જ મૃતાત્માને સદગતી મળી શકે. ધોડીઆ ભાષામાં એક જ કુળના એટલેકે એક લોહીના હોય એ 'સગા' અને અન્ય સગા સંબંધી હોય એમને 'પોતિકા' કહેવાય છે.  ઉજવણાંનો મહિનો એટલે કે 'મહા' મહિના ટાણે અલગ અલગ કુળના પટેલિયા એટલે કે આગેવાનો નક્કી કરે એ દિવસે અને સ્થળ પર એકઠા થઈ આ ઉજવણાં ધરાય છે. નદી કિનારો કે કોઈ મેદાની પ્રદેશમાં વિશેષતઃ આ માટે કુળના લોકો ભેગા થાય છે.  ધોડીઆ આદિવાસીઓમાં અઢીસો થી ત્રણ સો જેટલાં કુળ અસ્તિત્વ ધરાવે છે, જેવાં કે કોકણીઆ, કોલા, પાંચબડીઆ, નિતળ્યા, વાંસફોડીઆ, વાડવા, કોદર્યા, માંગીહુંગી ધાડયા, હાથી, શાહુ, અટારા, સાવક, નાગળા, સુવાંગ્યા, ડેલકર, ચટની ચોબડીઆ...

મધર ઇન્ડિયા ફિલ્મમાં વપરાયેલ બળદગાડામાં જાન આવતા આકર્ષણ.

          મધર ઇન્ડિયા ફિલ્મમાં વપરાયેલ બળદગાડામાં જાન આવતા આકર્ષણ. નવયુવાન યુગલ દ્વારા આદિવાસી સંસ્કૃતિની ઝાંખી કરાવવામાં આવી. નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના સુરખાઈ સામજભવન ખાતે યોજાયેલ લગ્નમાં પ્રકૃતિ પૂજા સાથે આદિવાસી સંસ્કૃતિનું જતન કરવામાં આવ્યું હતું. સુપરહિટ ફિલ્મ મધર ઈન્ડીયામાં જે બળદગાડામાં લગ્નની જાન લઈ જવામાં આવી હતી એજ બળદગાડામાં યુવાન જાન લઈને આવતા આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. આદિવાસી સંસ્કૃતિને અપનાવી પુનઃ તેના અમલ સાથે સંસ્કૃતિ જળવાય રહે તે માટેના પ્રયાસો યુવાનો કરી રહ્યા છે. ત્યારે નવસારી સમાજભવન ખાતે નવયુગલ કિંજલ પટેલ અને નિકુંજ પટેલના લગ્ન લેવાયા હતાં. આ લગ્નમાં બન્ને પક્ષ દ્વારા આદિવાસી સંસ્કૃતિના જતનના પ્રયાસો કરવામાં આવ્યા છે. પૂજાવિધિમાં પણ પ્રકૃતિ પૂજા જ કરવામાં આવી હતી. સુપરહિટ ફિલ્મ મધર ઈન્ડીયામાં નરગીસના લગ્ન ટાણે જે બળદગાડામાં જાન આવે એ જ બળદગાડું હાલ પણ હયાત હોય એમાં યુવાન જાન લઈને આવ્યો હોય આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. હાલ તો આદિવાસી સંસ્કૃતિને ટકાવવાની યુવા પેઢી પણ પ્રયાસો કરી રહી છે એ બિરદાવવા લાયક છે. સમયની સાથે કેટલાક બદલ...

Dang (saputara) : ડૉ. ચિંતન વૈષ્ણવ સાહેબના માર્ગદર્શન હેઠળ સાપુતારા ઘાટમાર્ગની સાફ-સફાઇ કરવામાં આવી.

    Dang (saputara) : ડૉ. ચિંતન વૈષ્ણવ સાહેબના માર્ગદર્શન હેઠળ સાપુતારા ઘાટમાર્ગની સાફ-સફાઇ કરવામાં આવી. રાજ્યના એકમાત્ર ગીરીમથક સાપુતારામાં આજે મહા સાફસફાઈ અભિયાન સાપુતારાના ચીફ ઓફિસરના અધ્યક્ષ સ્થાને યોજાયું જેમાં પોતે ચીફ ઓફિસર ડૉ . ચિંતન વૈષ્ણવ સાહેબ સાફ-સફાઈ ઝુંબેશમાં જોડાયા હતા. સાપુતારામાં પ્રથમવાર છ કિલોમીટરના ઘાટ માર્ગમાં સાફ-સફાઈ અભિયાન સાપુતારા નોટિફાઇડ એરીયા કચેરીના ચીફ ઓફિસર ચિંતન વૈષ્ણવના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. જેમાં નોટિફાઇડ કચેરીના તમામ કર્મચારીઓ, સાપુતારા હોટલ એસોસિએશનનો સ્ટાફ તેમજ સાપુતારા ખાતે ચાલતી તમામ એડવેન્ચર એક્ટિવિટીનો સ્ટાફ, સાઈ બજાર ખાતે આવેલી રેસ્ટોરન્ટનો સ્ટાફ, લારી ગલ્લાવાળા, નવાગામના યુવાનો તેમજ સાપુતારાના તમામ નાના-મોટા ધંધાર્થીઓ આ સાપ સફાઈ ઝુંબેશમાં સ્વયંભૂ જોડાયા હતા. સાપુતારાના નગરજનો, હોટલ માલિકો, એડવેન્ચર એક્ટિવિટી સ્ટાફ તેમજ નોટિફાઇડના કર્મચારીઓએ સાપુતારાના ચીફ ઓફિસર ચિંતન વૈષ્ણવની સરાહનીય કામગીરીને બિરદાવી હતી. સાપુતારા ના લોકોનું એવું કહેવું છે કે આજદિન સુધી ક્યારેય અહીં ઘાટ વિસ્તારની સફાઈ કરવામાં આવેલ નથી.   નોટીફાઇડ એરિય...

દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં માં આદિવાસી સમાજમાં લગ્ન કંકોત્રી આમંત્રણ કાર્ડમાં વારલી પેન્ટિંગની ઝલક.

        દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં માં આદિવાસી સમાજમાં લગ્ન કંકોત્રી આમંત્રણ કાર્ડમાં વારલી પેન્ટિંગની ઝલક. પત્રિકામાં આદિવાસી ભાષા, દેવી-દેવતા, પ્રકૃતિનો સમન્વય કરી સંસ્કૃતિની જાળવણી. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં હાલમાં લગ્નની મોસમ ચાલી રહી છે ત્યારે છેલ્લા બે વર્ષેથી સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, સંઘપ્રદેશની સાથે ભરૂચ, નર્મદા જિલ્લામાં આમંત્રણ પત્રિકાઓ અને લગ્ન કંકોત્રીમાં વારલી પેન્ટિંગ પ્રકૃતિના સમન્વયનું ચલણ વધ્યું છે.  ખાસ કરીને આદિવાસી સમાજમાં યુવક-યુવતીઓના લગ્ન પ્રસંગે કે પછી કોઈપણ શુભકાર્યની નિમંત્રણ પત્રિકામાં વારલી પેન્ટિંગ સાથે નિમંત્રણ પત્રિકા તૈયાર કરવાનો અને મહેમાનોને આપવાનો અનોખો ટ્રેન્ડ શરૂ થયો છે.  ગામડા કે શહેરમાં વારલી પેન્ટિંગ તેમજ આદિવાસી દેવી-દેવતા તેમજ પ્રકૃતિ સાથે સમન્વય કરીને કંકોત્રી અને આમંત્રણ કાર્ડને ઓપ આપવામાં આવી રહ્યો છે. આ ટ્રેન્ડ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. હાલમાં આદિવાસી સમાજના લગ્નપ્રસંગોમાં આમંત્રણ પત્રિકાઓમાં આદિવાસી વારલી પેન્ટિંગ સાથે કલરફુલ અને કુદરતી પ્રકૃતિ દર્શાવવાનો અનોખો ટ્રેન્ડ જોવા મળ્યો, જેમાં ...