Skip to main content

Posts

Chikhli|Surakhai:'શ્રી જ્ઞાન કિરણ ધોડિયા સમાજ ભવન સુરખાઈ ખાતે તેજસ્વી તારલાનું સન્માન અને શિક્ષકોનું સ્નેહ મિલન યોજાયું.

  Chikhli|Surakhai:'શ્રી જ્ઞાન કિરણ ધોડિયા સમાજ ભવન સુરખાઈ ખાતે તેજસ્વી તારલાનું સન્માન અને શિક્ષકોનું સ્નેહ મિલન યોજાયું. તારીખ 15-09-2024નાં રવિવારનાં દિને 9:00 કલાકે શ્રી જ્ઞાન કિરણ ધોડિયા સમાજ ભવન સુરખાઈ ખાતે તેજસ્વી તારલાનું સન્માન અને શિક્ષકોનું સ્નેહ મિલન યોજાયું હતું. શ્રી જ્ઞાનકિરણ ધોડિયા જ્ઞાતિ મંડળ દવારા આયોજીત સમાજના શૈક્ષણિક વર્ષ २०२३- २४ દરમિયાન ધોરણ-૧૦,૧૨, JEE, NEET-1 પરીક્ષાઓમાં હાંસલ કરેલ ઉચ્ચ ગુણો મેળવીને ધોડિયા સમાજના તેજસ્વી તારલાઓ અને સારસ્વતોનું સન્માન તથા ઇનામ વિતરણ કાર્યક્રમ શ્રીમતિ શાંતાબા નારણદાસ પટેલ સમાજભવન, સુરખાઈ ખાતે યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ સંયુકત ખેતી નિયામક અને સમાજસેવામાં સદાય અગ્રેસર એવા ધનસુખભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો. જેમાં ધોડિયા ૧૦,૧૨, JEE માં સમાજના ધોરણ- NEET અને ઝળહળતી સિધ્ધિઓ હાંસલ કરનાર રાજયમાં રહેતા વિદ્યાર્થીઓની સમગ્ર ગુજરાત એન્ટ્રીઓ મળી હતી જેમનું ઉકત ઈનામ વિતરણ, પ્રમાણપત્રો આપીને સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ એ હતું કે જેમાં ૧૦૦ એન્ટ્રીઓ પૈકી ૯૦ જેટલા તેમના માતા-પિતા/વાલીઓ સાથે ઉપસ્થિ

ચીખલી ઘોડવણીના સક્રિય આદિવાસી સામાજિક કાર્યકર ઠાકોરભાઈ પટેલ દ્વારા અભ્યાસ કરતા ગરીબ બાળકો માટે સહાયરૂપ બન્યા.

ચીખલી ઘોડવણીના  સક્રિય આદિવાસી સામાજિક કાર્યકર ઠાકોરભાઈ પટેલ દ્વારા અભ્યાસ કરતા ગરીબ બાળકો માટે સહાયરૂપ બન્યા. ઠાકોરભાઈ જે પટેલ તરફથી અભ્યાસ કરતા ગરીબ બાળકો માટે રોકડ રકમ દ્વારા સંક્લ્પ એજયુકેશન ગૃપને સહાયરૂપ થયા છે  તેઓ ગામ ધોડવણી તા.ચીખલી નવસારીનાં રહેવાસી છે. તેઓ ગાંધીનગર  ખાતે  સચિવ સામાન્ય વહીવટ વિભાગ ગાંધીનગરમાં ફરજ બજાવી નિવૃત્ત થયા છે. તેમણે ગાંધીનગરમાં પણ સમાજ માટે ઘણા કામ કર્યા છે. હાલ તેઓ  જ્ઞાન કિરણ ધોડિયા સમાજ, સુરખાઈ રાનકુવા ખાતે પોતાની નિવૃત્તિનો સમય સમાજના ઉત્કર્ષ માટે ફાળવી સમાજ સેવા કરી રહ્યા છે. તેઓ દર વર્ષે ધોડિયા સમાજના લગ્ન વાંછુક યુવક યુવતીઓ માટે દર વર્ષે પસંદગી મેળાનું પણ આયોજન કરે છે.

Khergam :ખેરગામના ડેપ્યુટી સરપંચશ્રી અને પત્રકાર જીજ્ઞેશ પટેલને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ

       Khergam :ખેરગામના ડેપ્યુટી સરપંચશ્રી અને પત્રકાર જીજ્ઞેશ પટેલને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવે છે. 

Bharuch,Jambusar : જંબુસરના માનનીય પ્રાંત અધિકારીશ્રી (ડેપ્યુટી કલેકટર) મહેશભાઈ પટેલે પોતાના લગ્નની વર્ષગાંઠ સમાજના અભ્યાસ કરતાં ગરીબ બાળકોને મદદરૂપ થઈ ઉજવણી કરી.

 Bharuch,Jambusar : જંબુસરના માનનીય પ્રાંત અધિકારીશ્રી (ડેપ્યુટી કલેકટર) મહેશભાઈ પટેલે પોતાના લગ્નની વર્ષગાંઠ સમાજના અભ્યાસ કરતાં ગરીબ બાળકોને મદદરૂપ થઈ ઉજવણી કરી. માનનીય પ્રાંત સાહેબશ્રી (ડેપ્યુટી કલેકટર) મહેશભાઈ પટેલ, ભરૂચ (જંબુસર), એમની લગ્નજીવનની વર્ષગાંઠ નિમિત્તે અભ્યાસ કરતા ગરીબ બાળકોને મદદ રૂપ બન્યા છે. આજે લોકો જન્મ દિવસ કે લગ્નની વર્ષગાંઠ પાછળ સારો એવો ખર્ચ કરતાં હોય છે. મહેશભાઈ પટેલે લગ્નજીવનની વર્ષગાંઠનાં ખર્ચને અભ્યાસ કરતાં બાળકોને મદદરૂપ બનીને ઉજવણી કરી હતી.  મહેશભાઈ પટેલ, મૂળ સરૈયા તાલુકો ચીખલી જીલ્લો નવસારીના વતની, ભરૂચ જિલ્લામાં જંબુસરમાં પોતાની ફરજ બજાવે છે,  જેઓ ભરૂચમાં ધોડિયા સમાજને પણ ખૂબ જ સહકારની સાથે શાળામાં ભણતાં બાળકોને પણ મદદરૂપ થતાં   રહે છે. આજે તેઓ સંક્લ્પ ગૃપને સહાયરૂપ થયા છે જે બદલ સાહેબશ્રીને સુખી જીવન માટે સંકલ્પ એજ્યુકેશન ગ્રુપ વતી  મીનેશભાઇ પટેલે  શુભેચ્છાઓ  પાઠવી છે.

શિક્ષકનો જીવ બચાવવા 13 વર્ષની આદિવાસી દીકરીએ શહીદી વ્હોરી.

             શિક્ષકનો જીવ બચાવવા 13 વર્ષની આદિવાસી  દીકરીએ શહીદી વ્હોરી. વાત છે. જયપુર રાજ્યના ડુંગરપુર જિલ્લાની  13 વર્ષની દીકરી કાલીબાઈની. તેમણે નાની ઉંમરે શિક્ષકનો જીવ બચાવવા શહીદી વ્હોરી તેની કહાની અહીં રજૂ કરવામાં આવી છે.  આઝાદી પહેલા જ્યારે રાજસ્થાનના આદિવાસી વિસ્તારોમાં એક ષડયંત્ર હેઠળ અત્યાચારના અંધકારથી શિક્ષણનો પ્રકાશ ઓલવાઈ રહ્યો હતો. શાળાઓને તાળાં મારવામાં આવ્યા હતા અને શિક્ષકોને ખેંચીને મારવામાં આવ્યા હતા. સરકારી આતંકવાદના એ વાતાવરણમાં રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના નાનકડા ગામ રસ્તાપાલની કાલીબાઈ ભીલ પોતાના ગુરુને બચાવવા હાથમાં દાતરડી લઈને સરકારી સૈનિકો સાથે એકલા લડ્યા હતાં. રસ્તાપાલ ગામની શાળાના શિક્ષક સેંગાભાઈનો જીવ બચાવતી વખતે કાલીબાઈ ભીલ તે સમયના જુલમી શાસનની ગોળીઓનો ભોગ બન્યા હતા. તેમણે 20 જૂન 1947ના રોજ પોતાના પ્રાણનો ત્યાગ કર્યો. ગત મંગળવારે કાલીબાઈ ભીલનો બલિદાન દિવસ હતો, પરંતુ ન તો કાલીબાઈ ભીલના બલિદાનને સરકારી શાળાઓમાં યાદ કરવામાં આવ્યું કે ન તો આદિવાસીઓના ભલા માટે લડતી સંસ્થાઓમાં તેની ચર્ચા થઈ. રાજસ્થાનમાં શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે કાલીબાઈ ભીલ સ્કૂટી સરકારી યોજના

ચીખલી તાલુકાની બે માતા જેમણે ખેત મજૂરી, પશુપાલન કરીને દીકરીઓને ડોકટર બનાવી

   ચીખલી તાલુકાની બે માતા જેમણે ખેત મજૂરી, પશુપાલન કરીને દીકરીઓને ડોકટર બનાવી

Chikhli, surakhai: ચીખલીના સુરખાઈ ધોડિયા સમાજ ભવન ખાતે સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજ્યના ઉપક્રમે વિવિધ વિભાગના કર્મચારીઓનું સંમેલન યોજાયું.

             Chikhli, surakhai: ચીખલીના  સુરખાઈ ધોડિયા સમાજ ભવન ખાતે સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજ્યના ઉપક્રમે વિવિધ વિભાગના કર્મચારીઓનું સંમેલન યોજાયું.  તારીખ 22-05-2 024નાં દિને સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજ્યના ઉપક્રમે વિવિધ વિભાગના નિવૃત્ત કર્મચારીઓનું ને સંમેલન સુરખાઈ ધોડિયા સમાજ ભવન તા ચીખલી, જીલ્લા નવસારી ખાતે સફળતાપૂર્વક  કરવામાં આવ્યું હતું.  જેમાં જુદા જુદા વિભાગના અઢીસો જેટલા  કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં કલેકટર્સ, ક્લાસ વન ટુ અધિકારીઓ, તબીબો, એન્જિનિયર્સ, બિઝનેસમેન,વિવિધ સરકારી વિભાગો,વિવિધ બેંક, રેલવે એલ.આઇ.સી આઈ.ટી.આઈ, ઓએનજીસી,રિલાયન્સ,પોલીસ મિલિટરી  વગેરે વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. એમને પ્રમાણિકતાને નિષ્ઠા માટે બિરદાવવામાં  આવ્યા હતા.  સૌએ એક સુરે સમાજની સેવાભાવી પ્રવૃત્તિઓ  જેવી કે શિક્ષણ, આરોગ્ય, ધંધા રોજગારી, વ્યસન મુક્તિ, કાનૂની સહાય, પર્યાવરણ રક્ષણ માટે સહકાર આપવાની ખાતરી આપી હતી. સાથે જ દરેક લોકોને માર્ગદર્શન માટે ઉપરોક્ત વિભાગોની હેલ્પલાઇન ઉભી કરવાનું પણ નક્કી કરવામાં આવ્યું. સૌની સમાજ પ્રત્યેની લાગણી અને સમાજને ઋણ અદા કરવા માટેની ભાવનાને સમસ્ત આદ

Rajpipla sports news : રાજપીપળાની દીકરી ફલક વસાવા‘વિશ્વફલક’ઉપર ઝળકી : ગુજરાત ગાર્ડિયન

 Rajpipla sports news : રાજપીપળાની દીકરી ફલક વસાવા‘વિશ્વફલક’ઉપર ઝળકી : ગુજરાત ગાર્ડિયન  રબર જેવું શરીર ધરાવતી રાજપીપલાની ગુજરાતની સૌથી નાની વયની ગોલ્ડન ગર્લ છે, જેને અગાઉ રાષ્ટ્રીયકક્ષાની ટ્રેમ્પોલિન જીમાસ્ટિક સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એપીજે અબ્દુલ કલામે કહ્યું હતું કે, "તમારી પહેલી સફળતા પછી આરામ ના કરો કેમ કે તમે બીજી વખત અસફળ થશો તો ઘણા બધા હોઠ એવું કહેશે કે તમારી પ્રથમ સફળતા માત્ર એક સામાન્ય પ્રયાસ હતો.”  ફલકે પોતાના ફિલ્ડમાં શ્રેષ્ઠ બનવા માટે સર્વશ્રેષ્ઠ પ્રયાસો કર્યા. ચીન ખાતે યોજાયેલી “છઠી ટ્રેમ્પોલિન એશિયન ચેમ્પિયનશીપ ૨૦૨૪" આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લઈને ફલકે સાબિત કરી બતાવ્યું કે, સતત પ્રયાસોથી પરિણામ મળે છે. આ તો માત્ર શરૂઆત છે. જીવન હોય કે રમતનું મેદાન, હાર-જીત તો એક સિક્કાના બે પાસા છે.  સ્વામી વિવેકાનંદ પણ કહ્યું હતું કે, "એકવાર હાર્યા બાદ ફરીથી પ્રયત્ન કરવામાં ડરશો નહીં, કેમકે આ વખતની શરૂઆત શૂન્યથી નહીં પણ અનુભવથી થશે." ભારત દેશનું પ્રતિનિધિત્વ કરતી રાજપીપલાની કુ.ફલક ચંદ્રકાંત વસાવાએ ચીનના હોંગકોંગ ખાતે યોજાયેલી સ