Skip to main content

ઢોડિયા સમાજની ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટમાં ખેરગામ લાયન ચેમ્પિયન

ઢોડિયા સમાજની ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટમાં ખેરગામ લાયન ચેમ્પિયન ચીખલી તાલુકાના કલિયારી ગામ ખાતે આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડ પર જય ભવાની મિત્ર મંડળ દ્વારા મકરસંક્રાંતિના પાવન પર્વ નિમિત્તે ઢોડિયા સમાજના ક્રિકેટ મિત્રોને પ્રોત્સાહન આપવાના હેતુથી દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં ઢોડિયા સમાજની કુલ 164 ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ટુર્નામેન્ટની અંતિમ ફાઇનલ મેચ ખેરગામ લાયન અને અટગામ ઇલેવન વચ્ચે રમાઈ હતી. જેમાં ખેરગામ લાયન ટીમે પ્રથમ બેટિંગ કરીને 6 ઓવરમાં 84 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. તેના જવાબમાં અટગામ ઇલેવન ટીમ 6 ઓવરમાં માત્ર 73 રન બનાવી શકતા ખેરગામ લાયન ટીમ વિજેતા બની હતી. ખેરગામ લાયનની જીત સાથે ગ્રાઉન્ડ પર હાજર સમર્થકો ડીજેના તાલે ઝૂમી ઉલ્લાસપૂર્વક વિજયની ઉજવણી કરી હતી. ચેમ્પિયન બનેલી ખેરગામ લાયન ટીમના તમામ ખેલાડીઓને ખેરગામ વાસીઓ તથા ક્રિકેટ રસિકોએ અભિનંદન પાઠવ્યા હતા. નોંધનીય છે કે છેલ્લા પાંચ વર્ષમાં યોજાયેલી ઢોડિયા સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટમાં ખેરગામ લાયન ટીમે ચાર વખત ફાઇનલ જીતી નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે.

ધોડિયા સમાજ દિશા ફાઉન્ડેશન દ્વારા પ્રથમ પુણ્યતિથિ પર ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ.

        

ધોડિયા સમાજના સ્વાતંત્ર્ય સેનાની સ્વ. મણીબેન પટેલને ધોડિયા સમાજ દિશા ફાઉન્ડેશન દ્વારા પ્રથમ પુણ્યતિથિ પર ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે.

મણીબેન બાપુભાઇ ધોડિયા : સ્વાતંત્ર્ય સેનાની 

મુ.:વહેવલ તા: મહુવા 

જન્મ : ૨૨-૦૨-૧૯૨૨

સ્વર્ગવાસ : ૨૨-૦૨-૨૦૨૩ 

૨૨-૨-૧૯૨૨ રોજ જન્મેલા એટલે કે, ૯૭ વર્ષની ઉંમરે પણ સરળ જીવન, સરળ આહાર, ખાદીના વસ્ત્રોમાં સજ્જ એવા ગાંધી વિચારધારા પર જ જીવન જીવતા મહુવા તાલુકાના વહેવલના મણીબેન બાપુભાઈ ઘોડીઆએ ' કરેંગે યા મરેંગે' ની લડતમાં જુસ્સા પૂર્વક ભાગ લીધો હતો. ત્યારે તો સરકાર વિરુદ્ધ કઈ પણ નારા લગાવતા જેલમાં પણ ગયા હતાં. વિદેશી કાપડ વેચતા વેપારીઓની દુકાન સામે પિકેટિંગ કરવા જતા હતા ત્યારે ઓલપાડથી તેમની ધરપકડ થયેલી અને એમને સાબરમતી જેલમાં લઈ જવામાં આવેલા.છ મહિના સજા થયેલી પણ જેલ ભરો આંદોલનના પરિણામે જેલમાં ભરાવો થઈ જતા ચાર મહિના બાદ છોડી મૂકવામાં આવેલા. તે સમયે સ્વાતંત્રય સંગ્રામમાં મણીબેનના પતિ બાપુભાઈ કેશવભાઈ ધોડીઆ પણ હતા. 

ગાંધીજી, સરદાર અને નેતાજી સાથે કામ કર્યું હતું.

Comments