Science fair Keliya School,Vansda: વાંસદા તાલુકાના કેલિયા પ્રા.શાળામાં તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું. બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કેલિયા પ્રાથમિક શાળા ખાતે વાંસદા-ચીખલીના ધારાસભ્ય આનંદ પટેલની ઉપસ્થિતિમાં રાખવામાં આવ્યું હતું જેમાં ૮૪ જેટલી કૃતિઓ પ્રદર્શન માટે મૂકવામાં આવી હતી અને કેલિયા પ્રાથમિક શાળાના નવનિર્મિત મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ૨૦૨૪ "ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને વાંસદા તાલુકાની પ્રાથમિક શાળાઓના બાળ વૈજ્ઞાનિકો દ્વારા કેલિયા પ્રાથમિક શાળામાં નવનિર્મિત મકાનનું લોકાર્પણ વાંસદા વિધાનસભાનાં માનનીય ધારાસભ્યશ્રી અનંત પટેલ અને તાલુકા પંચાયત પ્રમુખશ્રી દીપ્તિબેન પટેલની ઉપસ્થિતિમાં રાખવામાં આવ્યું હતું. જેમાં જુદી જુદી પ્રાથમિક શાળાના બાળકોએ 84 જેટલી કૃતિઓ પ્રદર્શન માટે મૂકવામાં આવી હતી. અધ્યક્ષપદેથી ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું હતું કે શાળાના ઉત્સાહિત શિક્ષકો દ્વારા દર વર્ષે વૈજ્ઞાનિક પ્રદર્શન રાખવામાં આવે છે અને વિદ્યાર્થીઓ પણ ઉત્સાહથી કૃતિઓ તૈયાર કરે છે આ પ્રસંગે પ્રાંત અધિકારી પટેલ સાહેબે જણાવ્યું હતું કે ખૂબ સરસ આયો...
મહુવાના બીડ ગામે ખેડૂતની બળદગાડામાં અંતિમયાત્રા નિકળી.
મહુવા તાલુકાના બીડ ગામે રહેતા દિનેશ રમેશ પટેલ (ઘોડિયાં) નું ગઈકાલે રાત્રે નિધન થયું હતું. વર્ષોથી ખેતી સાથે સંકળાયેલા ૫૫ વર્ષીય ખેડૂતની અંતિમ યાત્રા તેમના સૌથી પ્રિય એવા બળદગાડામાં નીકળી હતી. ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા દિનેશ પટેલને વર્ષોથી બળદગાડા સાથે અતૂટ પ્રેમ રહ્યો હતો. બળદગાડા મારફતે જ તેમના પરિવારનું ગુજરાન ચાલી રહ્યું હતું. મંગળવારની રાત્રે તેમનુ નિધન થતા પરિવારજનો અને ગ્રામજનોએ તેમની અંતિમ યાત્રા બળદગાડામાં કાઢવાનું નક્કી કરતા બીડ ગામે અંતિમયાત્રા સદ્દગતના મનપસંદ વાહનમાં નીકળી હતી.
Comments
Post a Comment