Skip to main content

ઢોડિયા ભાષા-સંસ્કૃતિના જતન માટે નિવૃત્ત શિક્ષક અરવિંદભાઈ એમ. પટેલનો અનોખો પ્રયાસ

              ઢોડિયા ભાષા-સંસ્કૃતિના જતન માટે નિવૃત્ત શિક્ષક અરવિંદભાઈ એમ. પટેલનો અનોખો પ્રયાસ વલસાડ/નાનાપોઢા: વલસાડ જિલ્લાના નાનાપોઢા તાલુકાના **મુ.પો. ધોધડકુવા (ગામથાણા ફળિયા)**ના નિવાસી અને નિવૃત્ત શિક્ષક, સાહિત્યકાર શ્રી અરવિંદભાઈ એમ. પટેલ નિવૃત્તિ બાદ પણ ઢોડિયા આદિવાસી ભાષા, સંસ્કૃતિ અને લોકસાહિત્યના સંવર્ધન અને સંરક્ષણ માટે સતત કાર્યરત છે. "નિવૃત્તિમાં પ્રવૃત્તિ" તેમના જીવનનો મૂળ મંત્ર બની ગયો છે. અરવિંદભાઈએ અત્યાર સુધી ઢોડિયા ભાષા અને લોકસાહિત્ય પર આધારિત 15થી વધુ પુસ્તકો પ્રકાશિત કર્યા છે. જેમાં ભવોભવની પ્રીત, ચલ ઉડ પવન પાવડી, સાત ઠગનો એક ઠગ, ઘાટ ઘાટનાં પાણી, ચક્રમ ચાડિયો, અણ નાંય તે પોર, લાલિયો ઘોકો, વિસરાતી બાળ રમતો, તુણે કુકડે હવારાં, તીતીરભાઈ રે તીતીરભાઈ અને ઢોડિયામાં ગવાતાં લગ્નગીતો – નોતરાંણ જેવા ગ્રંથોનો સમાવેશ થાય છે. ઉપરાંત તેમણે NCERT-RIE માટે તાલીમ મોડ્યુલ તૈયાર કર્યા છે તેમજ **People's Linguistic Survey of India (PLSI)**માં ઢોડિયા ભાષા, સાહિત્ય અને વ્યાકરણ વિષયક મહત્વપૂર્ણ લેખન કર્યું છે. આકાશવાણી અમદાવાદ અને વડોદરા પરથી તેમના...

આ ધોડીઆ વળી શું છે?

        

આ ધોડીઆ વળી શું છે?

સુરત જિલ્લાના મહુવા તાલુકાના નાનકડા અનાવલની બાજુમાં ગણતરીનાં ખોરડાંવાળા ગામ કોષમાં રહેતા ૪૭ વર્ષી આદિવાસી કુલીન પટેલ વ્યવસાયે તો ફોટોગ્રાફર છે, પણ એમની ઓળખ અલ્પ પ્રચલિત ધોડીઆ ભાષાના જતન માટેની છે. એ છેલ્લા દોઢ દાયકાથી ધોડીઆ શબ્દસંગ્રહ બનાવી રહ્યા છે. ૧૫૦૦થી વધુ શબ્દો સાથે એ તૈયાર છે અને એને પ્રકાશિત કરવાની મથામણ કરી રહ્યા છે.

કુલીનભાઈ ધોડીઆ ભાષામાં કવિતા લખે છે. ભાષાની સાથે ઘોડીઆ સંસ્કૃતિનાં ગીત-નૃત્ય- પરંપરા-ધાર્મિક આસ્થા, વગેરેનું એ દસ્તાવેજીકરણ કરતા રહે છે. ગયા ઉનાળુ વૅકેશનમાં એમણે એક નવો પ્રયોગ કર્યોઃ પોતાના ઘરે ધોડીઆ ભાષાના તાલીમવર્ગ શરૂ કર્યા. કોરોના આવ્યો ત્યાં સુધી એ નિયમિત ચાલ્યા. કોરોના કાળમાં આ વર્ગ ઑનલાઈન શરૂ થયા. લગભગ દર પંદર દિવસે કુલીન પટેલની સાથે કોઈ ગાયક કે શિક્ષક જોડાય અને ધોડીઆ ભાષાની વાત કરે. કોરોના જાય પછી ફરી નિયમિત રીતે વર્ગો શરૂ થઈ જશે. અલબત્ત, સુરત, વડોદરા, અમદાવાદ જેવા શહેરી વિસ્તારમાં રહેતા ધોડીઆ જ્ઞાતિના લોકો પોતાનાં બાળકો માટે ભાષાની પ્રાથમિક જાણકારી માટેના વર્ગો શરૂ કરવાની તૈયારી કરી રહ્યા છે.

કુલીન પટેલ કહે છે: 'દેશ આઝાદ થયો ત્યારે જેટલી ભાષાઓ હતી એમાંથી ઘણી લુપ્ત થઈ અથવા લુપ્તતાને આરે આવીને ઊભી છે. એવી સ્થિતિ મારી ભાષાની ન થાય એ માટે આ વર્ગ શરૂ કર્યા છે. એ માટે અમે ધોડીઆ ભાષા-સંસ્કૃતિ સમિતિ, અનાવલ પણ બનાવી છે.

 કુલીન પટેલના ધોડીઆ ભાષાના વર્ગમાં તાલીમ મેળવતા ભાષાપ્રેમીઓ.

એ ઉમેરે છે કે નવી સુશિક્ષિત પેઢી અમારી ભાષા ભૂલી રહી છે એની અમારા વડીલોને ચિંતા થયા કરે છે. થોડા સમય પહેલાં અમે સોશિયલ મિડિયામાં આ વિશે લખ્યું, જેને સારો પ્રતિસાદ મળ્યો. અનેક લોકો વર્ગમાં આવવા લાગ્યા. આ પ્રયોગ નવો એટલા માટે હતો, કેમ કે પરંપરાગત ભાષા શીખવવા માટે કોઈ અભ્યાસક્રમ ન હોવા છતાં એ શીખવવાની શરૂઆત કરી.

આદિવાસીઓની ભાષાની પોતીકી લિપિ નથી. એ કાં તો ગુજરાતીમાં અથવા તો દેવનાગરીમાં લખાય છે. આદિવાસી દિનની ઉજવણીએ એમની સંસ્કૃતિને, સમાજને બચાવવાની અનેક વાત થાય છે, પણ એ બધામાં ભાષાને બચાવવાની વાત ભાગ્યે જ થાય છે. ડૉ. ભગવાન પટેલ, ડૉ. ગણેશ દેવી, ડાહ્યાભાઈ વાટ્ટુ, પ્રાધ્યાપક વિક્રમ ચૌધરી, અશોક ચૌધરી કે કુલીન પટેલ જેવાં ભાષાપ્રેમીઓ છે, જેમણે ગુજરાતના આદિવાસીઓની ભાષાને સાચવી લેવાની દરકાર રાખી છે અને એના માટે કામ કર્યું છે.

લેખ : કુલીનભાઈ (ધોડિયા પટેલ) ગુજરાત ડાયરી












Comments

Popular posts from this blog

ધોડિયા સમાજનું ગૌરવ : ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલની પુત્રીએ ૯૯.૪૩ ટકા મેળવ્યા.

         ધોડિયા સમાજનું ગૌરવ : ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલની પુત્રીએ ૯૯.૪૩ ટકા મેળવ્યા.

Khergam: પોમાપાળ પ્રાથમિક શાળામાં 'સ્પોર્ટ્સ ડે' ઉજવાયો.

                                        Khergam: પોમાપાળ પ્રાથમિક શાળામાં 'સ્પોર્ટ્સ ડે' ઉજવાયો. તારીખ : ૨૪-૦૨-૨૦૨૪નાં દિને પોમાપાળ પ્રાથમિક શાળામાં 'સ્પોર્ટ્સ ડે' ઉજવાયો હતો. આ સ્પોર્ટ્સ ડેની ઉજવણીમાં ધોરણ ૧થી૫નાં બાળકોએ ભાગ લીધો હતો. જેમાં સંગીત ખુરશી, સોય દોરો, સિક્કા શોધ, લીંબુ ચમચી, રીંગણ પકડ, કેળાં કૂદપકડ, માટલી ફોડ અને ગાળિયા પસાર  જેવી રમત રમાડવામાં આવી હતી. બાળકોએ સ્પોર્ટ્સ ડે ઉજવણીમાં  ઉત્સાહપૂર્વક ભાગ લઈ પ્રથમ ક્રમાંક મેળવવા પ્રયત્ન કરતાં જોવા મળ્યા હતા. વિજેતા બાળકોને ઇનામ અર્પણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં. તેમજ શાળાનાં આચાર્યશ્રી વાસંતીબેન પટેલ દ્વારા ભાગ લીધેલ તમામ બાળકોને અભિનંદન પાઠવ્યા હતાં.

રાષ્ટ્રીય આદિવાસી સાહિત્ય મહોત્સવ 2025 માં ધોડિયા ભાષા અને સંસ્કૃતિનો પડઘો પડ્યો

  રાષ્ટ્રીય આદિવાસી સાહિત્ય મહોત્સવ 2025 માં ધોડિયા ભાષા અને સંસ્કૃતિનો પડઘો પડ્યો રાષ્ટ્રીય આદિવાસી સાહિત્ય મહોત્સવ - ૨૦૨૫ સ્થાન: કોઝિકોડ (કેરળ) તારીખ: ૨૭ થી ૨૯ માર્ચ કેરળ સરકાર અને કેરળ ઇન્સ્ટિટ્યૂટ ફોર રિસર્ચ ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટ સ્ટડીઝ ઓફ શેડ્યુલ્ડ કાસ્ટ્સ એન્ડ શેડ્યુલ્ડ ટ્રાઇબ્સ (KIRTADS) ના સંયુક્ત પ્રયાસથી કોઝિકોડ (કાલિકટ) ખાતે રાષ્ટ્રીય આદિવાસી સાહિત્ય મહોત્સવ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રતિષ્ઠિત કાર્યક્રમમાં ભારતના વિવિધ રાજ્યોના સાહિત્યકારો, સંશોધકો અને આદિવાસી સંસ્કૃતિ નિષ્ણાતોએ ભાગ લીધો હતો. ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતા, પ્રખ્યાત કવિ-લેખક કુલીન પટેલને આ મહોત્સવમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું. પોતાના સંબોધનમાં, તેમણે ધોડિયા આદિવાસી સમુદાયની સમૃદ્ધ ભાષા, સંસ્કૃતિ અને પરંપરાઓ પર પ્રકાશ પાડ્યો. ખાસ કરીને, તેમણે 'કાંસેરી કથા' ની ઐતિહાસિક અને સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિની વિગતવાર ચર્ચા કરી, જેણે ઉપસ્થિત વિદ્વાનો અને સાહિત્ય પ્રેમીઓમાં ઊંડો રસ દાખવ્યો. ધોડિયા ભાષા અને સંસ્કૃતિની વિશેષતાઓ કુલીન પટેલે ધોડિયા ભાષામાં પોતાની કવિતાઓ સંભળાવીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધ...