Skip to main content

Chikhli|Surakhai:'શ્રી જ્ઞાન કિરણ ધોડિયા સમાજ ભવન સુરખાઈ ખાતે તેજસ્વી તારલાનું સન્માન અને શિક્ષકોનું સ્નેહ મિલન યોજાયું.

  Chikhli|Surakhai:'શ્રી જ્ઞાન કિરણ ધોડિયા સમાજ ભવન સુરખાઈ ખાતે તેજસ્વી તારલાનું સન્માન અને શિક્ષકોનું સ્નેહ મિલન યોજાયું. તારીખ 15-09-2024નાં રવિવારનાં દિને 9:00 કલાકે શ્રી જ્ઞાન કિરણ ધોડિયા સમાજ ભવન સુરખાઈ ખાતે તેજસ્વી તારલાનું સન્માન અને શિક્ષકોનું સ્નેહ મિલન યોજાયું હતું. શ્રી જ્ઞાનકિરણ ધોડિયા જ્ઞાતિ મંડળ દવારા આયોજીત સમાજના શૈક્ષણિક વર્ષ २०२३- २४ દરમિયાન ધોરણ-૧૦,૧૨, JEE, NEET-1 પરીક્ષાઓમાં હાંસલ કરેલ ઉચ્ચ ગુણો મેળવીને ધોડિયા સમાજના તેજસ્વી તારલાઓ અને સારસ્વતોનું સન્માન તથા ઇનામ વિતરણ કાર્યક્રમ શ્રીમતિ શાંતાબા નારણદાસ પટેલ સમાજભવન, સુરખાઈ ખાતે યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ સંયુકત ખેતી નિયામક અને સમાજસેવામાં સદાય અગ્રેસર એવા ધનસુખભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો. જેમાં ધોડિયા ૧૦,૧૨, JEE માં સમાજના ધોરણ- NEET અને ઝળહળતી સિધ્ધિઓ હાંસલ કરનાર રાજયમાં રહેતા વિદ્યાર્થીઓની સમગ્ર ગુજરાત એન્ટ્રીઓ મળી હતી જેમનું ઉકત ઈનામ વિતરણ, પ્રમાણપત્રો આપીને સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ એ હતું કે જેમાં ૧૦૦ એન્ટ્રીઓ પૈકી ૯૦ જેટલા તેમના માતા-પિતા/વાલીઓ સાથે ઉપસ્થિ

Khergam news : માતા-પિતાનું છત્ર ગુમાવનાર ખેરગામનો યુવાન પરિશ્રમ કરી પીએસઆઇ બન્યો.

    

Khergam news : માતા-પિતાનું છત્ર ગુમાવનાર ખેરગામનો યુવાન પરિશ્રમ કરી પીએસઆઇ બન્યો.

પરિશ્રમરૂપી પારસમણિના સ્પર્શ વડે જ સિદ્ધિરૂપી સોનું પ્રાપ્ત થઈ શકે છે. આપણે સૌ જીવનમાં સફળ થવા માટે અથાગ પ્રયત્નો કરતાં હોઈએ છીએ. સફળતા સુધી પહોંચવા માટેનો માર્ગ સીધો અને સરળ નથી હોતો. આ માર્ગ પર આપણને અનેક અવરોધો નડે છે. સફળતા પામતાં પહેલાં નિષ્ફળતાના ઘણા કડવા ઘૂંટડા પણ પીવા પડે છે તેમજ ખૂબ જ પરિશ્રમ કરવો પડે છે. આજના આ સ્પર્ધાત્મક યુગમાં પરિશ્રમ જ આપણા માટે સફળતાની એક સીડી છે. મહેનતના ફળ મીઠા લાગે છે. મહેનત કર્યા વિના કોઈ પણ સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. એટલે જ કોઈ કવિએ કહ્યું છે કે, ‘ઉદ્યમીઓ ધૂળમાંથી સોનું શોધી જાય છે.’ સફળતા અથવા સિદ્ધિ સુધી પહોંચવા માટે કોઈ ટૂંકો માર્ગ હોતો નથી. જો કોઈ આવો માર્ગ અપનાવે તો એને સિદ્ધિ મળવાની શક્યતા જ નથી. પરીક્ષામાં સારા ગુણ મેળવવા માટે કે ધંધામાં સારી પ્રગતિ કરવા માટે આપણે સખત પરિશ્રમ કરવો જ પડે. પરિશ્રમ એ જ પારસમણિ છે. એટલે સિદ્ધિ મેળવવા ઈચ્છતા હોઈએ તો કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. સાચી દિશામાં કરેલો પરિશ્રમ ક્યારેય નિષ્ફળ જતો નથી. વહેલું કે મોડું તેનું સુખદ પરિણામ આવે જ છે.

‘મનુષ્યયત્ન અને ઈશ્વરકૃપા’ એ ઉક્તિ જાણીતી છે. પણ માત્ર ઈશ્વરકૃપાની રાહ જોઈને બેસી રહેવાથી કંઈ મળી શકે નહીં. પુરુષાર્થ વગર તો પ્રારબ્ધ પણ પાંગળું છે. જે બેસી રહે છે તેનું નસીબ પણ બેસી રહે છે. ઈશ્વર તેને જ મદદ કરે છે જે પરિશ્રમ કરવા માટે સદાય તત્પર રહે છે.  એટલે જ એક સંસ્કૃત સુભાષિતમાં સાચું જ કહેવાયું છે કે, ‘ઉદ્યમથી જ કાર્યસિદ્ધિ મળે છે ; મનોરથ સેવવાથી નહિ.’

ઉપરોક્ત ઉકિતને ચરિતાર્થ કરનાર ખેરગામ તાલુકાનાં પી.એસ.આઈ મિલન પટેલની કહાની

ખેરગામ તાલુકાના ખેરગામના સરસિયા ફળિયાના મિલન પટલ ની કહાની પણ એવી જ છે ગરીબ વર્ગના અને અભ્યાસ દરમિયાન માતાપિતાની છત્ર છાયા ગુમાવી રહેલ મિલાન પટેલ ગુજરાત પોલીસ માં પોલીસ સબ ઇન્સ્પેકટર તરીકે નિયુક્ત થતા આખા ગામના લોકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે મિલન પટેલે પીએસઆઈ સુધીની સફર ખેડવા ભલભલાં કપરાં ચઢાણ પાર કર્યા છે. તેવોએ ગુજરાત પોલીસ એકેડમી-કરાઈ ખાતે એક વર્ષની પીએસઆઈ તરીકેની તાલીમ પૂરી કરી એ પહેલાં અનેક મુસીબતોનો સામનો કરવો પડયો હતો. 

માત્ર ૯ વર્ષની ઉંમરે પિતા રાકેશભાઈનું અવસાન થયું. એ વેળા આખો પરિવાર ભાંગી પડ્યો.ઘરમાં આવકનું કોઈ સાધન નહીં. માતા સરસ્વતીબેન ઉપર ત્રણ સંતાન મિલન, નયન અને રેશ્માનું ભરણપોષણ કરવાની જવાબદારી આવી પડી. એટલે માતાએ કાળી મજૂરી કરી સંતાનોનો ઉછેર કર્યો. ભણવું તો હતું, પણ સંજોગ સામે પણ લડવાનું. બાળપણથી ઇચ્છા તો ઘણી બધી. કલાસમાં ટીચર પૂછે કે શું બનવું છે મોટા થઈને. તો મિલન કહેતો ‘હું પોલીસ બનીશ'એવી ગાંઠ વાળી લીધી હતી, પરંતુ એ મોહ યુવા વય સુધી તો ઓસરવા લાગ્યો. આર્થિક તંગી પીછો છોડતી ન હતી. 

ધો. ૧ થી ૫નો અભ્યાસ ભસ્તા ફળિયા પ્રાઈમરી શાળા, ધો.૯થી ૮ ખેરગામની કુમાર શાળા તો મહેસાણાના એસઆરઆઈ કેમ્પસમાં બી.ઈ.મિકેનિકલનો અભ્યાસ કર્યો. આર્થિક સ્થિતિ સારી ન હોવાની જાણ થતાં મિશનરી હોસ્ટેલમાં કેટલાક આગેવાનોએ ભલામણ કરતાં ભણતર, ટ્યુશન સહિતનો ખર્ચ રાહતરૂપ રહ્યો હતો. જેમતેમ અભ્યાસ તો પૂર્ણ કર્યો અને સારા દિવસ આવશે એ સપનાં જોતાં મિલનના માથેથી વર્ષ-૨૦૨૦માં માતાનો છાંયો પણ ઊઠી ગયો.


આર્થિક તંગીને કારણે માતાની સારવાર ન થઈ શકી અને અંતે અવસાન થયું. જેનો વસવસો આજે પણ મિલનને છે.માતાના અવસાનથી કુદરતે જાણે સર્વસ્વ છીનવી | લીધું એવું ત્રણેય ભાઈ-બહેનને લાગતું. અંતે ૨૦૨૧માં કોલેજ પાસ કરીને ઘરનું ગુજરાન ચલાવવા નોકરીની શોધ કરી. એ વેળા મિલનને વાપીની મેરિલ કંપનીમાં રૂ.૧૨૦૦૦ની સેલેરીવાળી નોકરી મળી. ત્યાં ૧ વર્ષ સુધી ૩ પાળીમાં નોકરી કરી. ૨૦૨૧ના એ કપરા કાળ વિશે મિલન કહે છે કે, મેં મિકેનિકલ એન્જિનિયરિંગ કોલેજ પાસ કર્યું. ૧૨ પાસ કર્યા પછી કોઈ ગાઇડલાઇન કરવાવાળું ન હતું. પ્રાઈવેટ કોલેજમાં એડમિશન લીધું હતું. મારી ગણતરીઓ ખોટી પડી. એડમિશન તો લઈ લીધું પણ ધાર્યુ એવું શિક્ષણ મળતું ન હતું. આથી કોલેજમાંથી ટ્રાન્સફર મેળવવા પ્રયાસ કર્યો તો સફળતા ન મળી. જેના પરિણામે એન્જિનિયરિંગના વ્યવહારુ જ્ઞાનની ચિંતા થઈ. અંતે કોલેજ દરમિયાન જ સરકારી જોબ માટે એપ્લાય કર્યો . કોલેજ દરમિયાન ઓએનજીસી તરફથી એસટી કેટેગરીના સ્ટુડન્ટ તરીકે તેમને ૯૫૦૦ની સ્કોલરશિપ મળતી હતી. અને ઓનલાઈન કલાસ જોઈન્ટ કર્યા હતા નિષ્ફળતા મળે તો કંઈ નહીં પણ સેવા બજાવી રહયા છે.

પ્રયત્ન તો ચાલુ રાખવો જ છે.એવો નિર્ણય કરીને એક બાદ એક સ્પર્ધાત્મક પરીક્ષા આપતા ગયા હતા. બિન સચિવાલય, કારકૂન, બેંક અને પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષાની જાણ થાય એટલે ફોર્મ ભરી દેતા હતા. તેમણે પ્રથમ ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા આપી એમાં પાસ થયા, પણ શારીરિક કસોટીમાં નાપાસ થયા, છતાં હિંમત રાખી આગળ વધતા ગયા પછી કોન્સ્ટેબલની પરીક્ષા આપતાં આત્મવિશ્વાસ વધ્યો. બાદ વર્ષ- ૨૦૨૧માં પીએસઆઈની ભરતીની પરીક્ષા આવી. એ વેળા તેમની ઉંમર ૨૧ વર્ષ પણ ન હતી. કોરોનાકાળને કારણે ભરતી ફરી નીકળતા ત્યાં સુધી ૨૧ વર્ષ પાર કરી ગયા હતા. આ પરીક્ષા માટે ફિઝિકલ પરીક્ષા માટે રનિંગની આકરી પ્રેક્ટિસ કરી. એ વેળા મેરિલ કંપનીમાં ત્રણ પાળી નોકરી કરવાની સાથે બધુ જ એડ્જસ્ટ કર્યું હતું. જેમાં તેવો સિલેક્ટ થઈ ગયા હતા આજે ગુજરાત પોલીસ એકેડમી કરાઈ ખાતે એક વર્ષની તાલીમ પૂરી કરી હાલ અમદાવાદ સીટીમાં પોસ્ટિંગ મળતા પીએસઆઈ તરીકે ફરજ બજાવી રહ્યા છે.  

Comments

Popular posts from this blog

about sb khergam blogger

  SB Khergam is a blogger from Khergam, primarily focusing on local news, educational events, and community updates in the Gujarat region. His blog covers a variety of topics, including educational initiatives, cultural programs, and significant local achievements. One of the main platforms for his work is the SB Khergam Blogger site, where he posts about local events such as school celebrations, educational announcements, and community achievements. For example, he has written about events like the establishment day celebration of Ghej Primary School and the RBI quiz competition in which local students participated and excelled​ ( KHERGAM BLOGGER POST ) ​​ ( KHERGAM BLOGGER POST ) ​. Additionally, SB Khergam provides important public warnings on his blog about avoiding certain harmful websites that misuse his name for fraudulent purposes​ ( KHERGAM BLOGGER POST ) ​. This demonstrates his commitment to safeguarding his readers from potential online threats. For more detailed updates

પ્રામાણિક માણસને કેવી રીતે ઓળખવો? જાણો ડૉ.ચિંતન વૈષ્ણવના હસ્તે લખાયેલ ૧૦ સંકેતો.

      પ્રામાણિક માણસને કેવી રીતે ઓળખવો? જાણો ડૉ.ચિંતન વૈષ્ણવના હસ્તે લખાયેલ ૧૦ સંકેતો. ડૉ. ચિંતન વૈષ્ણવ સાહેબ હાલ ડાંગ જિલ્લામાં નોટીફાઇડ એરિયા કચેરી સાપુતારા ખાતે નાયબ કલેકટર અને ચીફ ઓફિસર તરીકે ફરજ બજાવે છે. આ ઉપરાંત ચિંતન વૈષ્ણવે રાજ્યના માળિયા મિયાણા, હળવદ, મહેસાણા, ડાંગ, પાલનપુર, દ્વારકા, જામ ખંભાળિયા સહિતના તાલુકાઓમાં પણ મામલતદાર તરીકે મહત્વની કામગીરી કરી હતી.  ત્યાં તેમણે એક પ્રામાણિક અને ઈમાનદાર અઘિકારી તરીકે  "સિંઘમ અધિકારીની" છાપ છોડી છે. અને આજ દિન સુધી તેમના પર ડાઘ લાગ્યો નથી. અને તેમણે ઈમાનદારી  અને પ્રમાણિકતા માટે આકરી કસોટીઓમાંથી પણ પસાર થવું પડ્યું હતું. હાલ પણ એજ છાપ ધરાવી  રાખી સાપુતારાના વિસ્તારનાં આદિવાસી લોકોના દિલમાં વસવાટ કર્યો છે. આજ પણ તેઓ રાજકીય દબાવમાં આવ્યા વગર નિયમ અનુસાર  પ્રમાણિકપણે ફરજ બજાવે છે. યુવાવર્ગમાં પણ તેઓ ખાસ્સા લોકપ્રિય છે. સાથે તેઓ યુવાવર્ગનાં  આદર્શ ગણાય છે. તેઓ સારા લેખક પણ છે. તેમણે ગુરુખિલ્લી, તેજોવધ અને લક્ષ્યવેધ જેવા સારા પુસ્તકો લખ્યાં છે. તેમના હસ્તે લખાયેલ લેખ અહીં પ્રસ્તુત છે.  ડૉ. ચિંતન વૈષ્ણવ સરના શબ્દોમાં,"આપણે કહીએ

ધોડીયા ભાષા સમિતિ દ્વારા માતૃભાષા દિવસની પોતિકી ભાષાના સથવારે ઉજવણી.

          ધોડીયા ભાષા સમિતિ દ્વારા માતૃભાષા દિવસની પોતિકી ભાષાના સથવારે ઉજવણી. માઁના ખોળેથી પ્રાપ્ત થયેલી ભાષા તે માતૃભાષા. એટલે જ કહેવાય છે કે માઁ, માતૃભાષા અને માતૃભૂમિનો અન્ય કોઈ પર્યાય નથી હોતો. દુનિયાની દરેક ભાષાએ કોઈકને કોઈકની માતૃભાષા હોય છે. એ દરેક ભાષાને યોગ્ય સન્માન મળે અને બધી જ ભાષાઓ જળવાઈ રહે તે હેતુસર વિશ્વ માતૃભાષા દિવસ વર્ષ 1999થી ઉજવાઈ રહ્યો છે. 21 ફેબ્રુઆરીએ વૈશ્વિક સ્તરે માતૃભાષા દિવસ ઉજવવાનું યુનેસ્કો દ્વારા નક્કી કરાયેલ તે અનુસંધાને ભારત સહિત સમગ્ર દુનિયામાં ઉજવણી કરાઈ એ ઘડીએ ધોડીયા ભાષા સમિતિ, અનાવલ દ્વારા વિશ્વ માતૃભાષા દિવસની વર્ચ્યુઅલ ઉજવણી ધોડીઆ ભાષામાં કાર્યક્રમ યોજીને કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ધોડીઆ ભાષકોમાંથી શિક્ષકો, ડોક્ટરો, ઈજનેરો, સાહિત્ય ક્ષેત્રે કાર્યરત કલમ કસબીઓ સહિતના ભાષા રસિક ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા.  નેશનલ બુક ટ્રસ્ટ, નવી દિલ્હીના ગુજરાતી વિભાગના વડા ભાગ્યેન્દ્ર પટેલની વિશેષ હાજરી સાથે કાર્યક્રમ પ્રારંભે ખંભાત ખાતે શિક્ષક તરીકે સેવા આપતા સી.સી.પટેલે ધોડીઆ ભાષા જતન અને સંવર્ધન વિશેના વિચારો રજૂ કરતાં માતૃભાષા જીવંત રાખવા માટે શિ