Skip to main content

ઢોડિયા સમાજની ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટમાં ખેરગામ લાયન ચેમ્પિયન

ઢોડિયા સમાજની ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટમાં ખેરગામ લાયન ચેમ્પિયન ચીખલી તાલુકાના કલિયારી ગામ ખાતે આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડ પર જય ભવાની મિત્ર મંડળ દ્વારા મકરસંક્રાંતિના પાવન પર્વ નિમિત્તે ઢોડિયા સમાજના ક્રિકેટ મિત્રોને પ્રોત્સાહન આપવાના હેતુથી દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં ઢોડિયા સમાજની કુલ 164 ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ટુર્નામેન્ટની અંતિમ ફાઇનલ મેચ ખેરગામ લાયન અને અટગામ ઇલેવન વચ્ચે રમાઈ હતી. જેમાં ખેરગામ લાયન ટીમે પ્રથમ બેટિંગ કરીને 6 ઓવરમાં 84 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. તેના જવાબમાં અટગામ ઇલેવન ટીમ 6 ઓવરમાં માત્ર 73 રન બનાવી શકતા ખેરગામ લાયન ટીમ વિજેતા બની હતી. ખેરગામ લાયનની જીત સાથે ગ્રાઉન્ડ પર હાજર સમર્થકો ડીજેના તાલે ઝૂમી ઉલ્લાસપૂર્વક વિજયની ઉજવણી કરી હતી. ચેમ્પિયન બનેલી ખેરગામ લાયન ટીમના તમામ ખેલાડીઓને ખેરગામ વાસીઓ તથા ક્રિકેટ રસિકોએ અભિનંદન પાઠવ્યા હતા. નોંધનીય છે કે છેલ્લા પાંચ વર્ષમાં યોજાયેલી ઢોડિયા સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટમાં ખેરગામ લાયન ટીમે ચાર વખત ફાઇનલ જીતી નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે.

about sb khergam blogger

 SB Khergam is a blogger from Khergam, primarily focusing on local news, educational events, and community updates in the Gujarat region. His blog covers a variety of topics, including educational initiatives, cultural programs, and significant local achievements.

One of the main platforms for his work is the SB Khergam Blogger site, where he posts about local events such as school celebrations, educational announcements, and community achievements. For example, he has written about events like the establishment day celebration of Ghej Primary School and the RBI quiz competition in which local students participated and excelled​ (KHERGAM BLOGGER POST)​​ (KHERGAM BLOGGER POST)​.

Additionally, SB Khergam provides important public warnings on his blog about avoiding certain harmful websites that misuse his name for fraudulent purposes​ (KHERGAM BLOGGER POST)​. This demonstrates his commitment to safeguarding his readers from potential online threats.

For more detailed updates and posts by SB Khergam, you can visit his blog here (KHERGAM

post create by : chatgpt

SB ખેરગામ ખેરગામના બ્લોગર છે, જે મુખ્યત્વે ગુજરાત પ્રદેશમાં સ્થાનિક સમાચાર, શૈક્ષણિક કાર્યક્રમો અને સમુદાય અપડેટ્સ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેમનો બ્લોગ શૈક્ષણિક પહેલ, સાંસ્કૃતિક કાર્યક્રમો અને નોંધપાત્ર સ્થાનિક સિદ્ધિઓ સહિત વિવિધ વિષયોને આવરી લે છે. તેમના કામ માટેનું એક મુખ્ય પ્લેટફોર્મ એસબી ખેરગામ બ્લોગર સાઇટ છે, જ્યાં તેઓ શાળાની ઉજવણી, શૈક્ષણિક ઘોષણાઓ અને સમુદાયની સિદ્ધિઓ જેવી સ્થાનિક ઘટનાઓ વિશે પોસ્ટ કરે છે. ઉદાહરણ તરીકે, તેમણે ઘેજ પ્રાથમિક શાળાના સ્થાપના દિવસની ઉજવણી અને RBI ક્વિઝ સ્પર્ધા જેવી ઘટનાઓ વિશે લખ્યું છે જેમાં સ્થાનિક વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો (ખેરગામ બ્લોગર પોસ્ટ) (ખેરગામ બ્લોગર પોસ્ટ). વધુમાં, SB ખેરગામ તેમના બ્લોગ પર કેટલીક હાનિકારક વેબસાઇટ્સને ટાળવા વિશે મહત્વપૂર્ણ જાહેર ચેતવણીઓ પ્રદાન કરે છે જે કપટપૂર્ણ હેતુઓ માટે તેમના નામનો દુરુપયોગ કરે છે (ખેરગામ બ્લોગર પોસ્ટ). આ સંભવિત ઓનલાઈન જોખમોથી તેમના વાચકોને સુરક્ષિત રાખવાની તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે. એસબી ખેરગામ દ્વારા વધુ વિગતવાર અપડેટ્સ અને પોસ્ટ્સ માટે, તમે તેમના બ્લોગની અહીં મુલાકાત લઈ શકો છો (ખેરગામ

Comments

Popular posts from this blog

Khergam: પોમાપાળ પ્રાથમિક શાળામાં 'સ્પોર્ટ્સ ડે' ઉજવાયો.

                                        Khergam: પોમાપાળ પ્રાથમિક શાળામાં 'સ્પોર્ટ્સ ડે' ઉજવાયો. તારીખ : ૨૪-૦૨-૨૦૨૪નાં દિને પોમાપાળ પ્રાથમિક શાળામાં 'સ્પોર્ટ્સ ડે' ઉજવાયો હતો. આ સ્પોર્ટ્સ ડેની ઉજવણીમાં ધોરણ ૧થી૫નાં બાળકોએ ભાગ લીધો હતો. જેમાં સંગીત ખુરશી, સોય દોરો, સિક્કા શોધ, લીંબુ ચમચી, રીંગણ પકડ, કેળાં કૂદપકડ, માટલી ફોડ અને ગાળિયા પસાર  જેવી રમત રમાડવામાં આવી હતી. બાળકોએ સ્પોર્ટ્સ ડે ઉજવણીમાં  ઉત્સાહપૂર્વક ભાગ લઈ પ્રથમ ક્રમાંક મેળવવા પ્રયત્ન કરતાં જોવા મળ્યા હતા. વિજેતા બાળકોને ઇનામ અર્પણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં. તેમજ શાળાનાં આચાર્યશ્રી વાસંતીબેન પટેલ દ્વારા ભાગ લીધેલ તમામ બાળકોને અભિનંદન પાઠવ્યા હતાં.

Khergam (janta madhyamik school) : ખેરગામની જનતા માધ્યમિક શાળામાં વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો.

   Khergam (janta madhyamik school) : ખેરગામની જનતા માધ્યમિક શાળામાં વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો. તારીખ ૨૧-૦૨-૨૦૨૪નાં દિને જનતા માધ્યમિક  શાળામાં વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન  કરવામાં આવ્યું હતું,જેમાં કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને ખેરગામ તાલુકાના તાલુકા વિકાસ અધિકારીશ્રી મહેશભાઈ વિરાણી સાહેબને બિરાજમાન હતા. ભારતીય સંસ્કૃતિ પરંપરા પ્રમાણે દીપ પ્રગટીકરણ દ્વારા કાર્યક્રમની શરૂઆત થઈ હતી અને શાળાના પ્રાર્થના વૃંદે સુપરવાઇઝર શ્રી મહેશભાઈ પટેલની અધ્યક્ષતામાં પ્રેક્ષકો સમક્ષ પ્રાર્થના રજૂ કરી હતી,           શાળાના આચાર્યશ્રી ચેતનભાઇ પટેલ આવકાર પ્રવચન દ્વારા આમંત્રિત મહેમાનો આવકાર કરવામાં આવ્યો હતો,સમગ્ર કાર્યક્રમમાં પ્રાથમિક વિભાગ ,માધ્યમિક વિભાગ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ માં ધોરણ 10 અને 12 તેમજ ધોરણ 9 અને 11 માં શૈક્ષણિક ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરવા બદલ વિદ્યાર્થીઓને શીલ્ડ તેમજ રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. તદુપરાંત સમગ્ર વર્ષ દરમિયાન રમતગમત ક્ષેત્રે અને સાંસ્કૃતિક ક્ષેત્રે જે વિદ્યાર્થીઓએ વિશિષ્ટ સિદ્ધિઓ પ્રાપ્ત કરી હત...

રાષ્ટ્રીય આદિવાસી સાહિત્ય મહોત્સવ 2025 માં ધોડિયા ભાષા અને સંસ્કૃતિનો પડઘો પડ્યો

  રાષ્ટ્રીય આદિવાસી સાહિત્ય મહોત્સવ 2025 માં ધોડિયા ભાષા અને સંસ્કૃતિનો પડઘો પડ્યો રાષ્ટ્રીય આદિવાસી સાહિત્ય મહોત્સવ - ૨૦૨૫ સ્થાન: કોઝિકોડ (કેરળ) તારીખ: ૨૭ થી ૨૯ માર્ચ કેરળ સરકાર અને કેરળ ઇન્સ્ટિટ્યૂટ ફોર રિસર્ચ ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટ સ્ટડીઝ ઓફ શેડ્યુલ્ડ કાસ્ટ્સ એન્ડ શેડ્યુલ્ડ ટ્રાઇબ્સ (KIRTADS) ના સંયુક્ત પ્રયાસથી કોઝિકોડ (કાલિકટ) ખાતે રાષ્ટ્રીય આદિવાસી સાહિત્ય મહોત્સવ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રતિષ્ઠિત કાર્યક્રમમાં ભારતના વિવિધ રાજ્યોના સાહિત્યકારો, સંશોધકો અને આદિવાસી સંસ્કૃતિ નિષ્ણાતોએ ભાગ લીધો હતો. ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતા, પ્રખ્યાત કવિ-લેખક કુલીન પટેલને આ મહોત્સવમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું. પોતાના સંબોધનમાં, તેમણે ધોડિયા આદિવાસી સમુદાયની સમૃદ્ધ ભાષા, સંસ્કૃતિ અને પરંપરાઓ પર પ્રકાશ પાડ્યો. ખાસ કરીને, તેમણે 'કાંસેરી કથા' ની ઐતિહાસિક અને સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિની વિગતવાર ચર્ચા કરી, જેણે ઉપસ્થિત વિદ્વાનો અને સાહિત્ય પ્રેમીઓમાં ઊંડો રસ દાખવ્યો. ધોડિયા ભાષા અને સંસ્કૃતિની વિશેષતાઓ કુલીન પટેલે ધોડિયા ભાષામાં પોતાની કવિતાઓ સંભળાવીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધ...