Skip to main content

ઢોડિયા સમાજની ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટમાં ખેરગામ લાયન ચેમ્પિયન

ઢોડિયા સમાજની ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટમાં ખેરગામ લાયન ચેમ્પિયન ચીખલી તાલુકાના કલિયારી ગામ ખાતે આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડ પર જય ભવાની મિત્ર મંડળ દ્વારા મકરસંક્રાંતિના પાવન પર્વ નિમિત્તે ઢોડિયા સમાજના ક્રિકેટ મિત્રોને પ્રોત્સાહન આપવાના હેતુથી દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં ઢોડિયા સમાજની કુલ 164 ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ટુર્નામેન્ટની અંતિમ ફાઇનલ મેચ ખેરગામ લાયન અને અટગામ ઇલેવન વચ્ચે રમાઈ હતી. જેમાં ખેરગામ લાયન ટીમે પ્રથમ બેટિંગ કરીને 6 ઓવરમાં 84 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. તેના જવાબમાં અટગામ ઇલેવન ટીમ 6 ઓવરમાં માત્ર 73 રન બનાવી શકતા ખેરગામ લાયન ટીમ વિજેતા બની હતી. ખેરગામ લાયનની જીત સાથે ગ્રાઉન્ડ પર હાજર સમર્થકો ડીજેના તાલે ઝૂમી ઉલ્લાસપૂર્વક વિજયની ઉજવણી કરી હતી. ચેમ્પિયન બનેલી ખેરગામ લાયન ટીમના તમામ ખેલાડીઓને ખેરગામ વાસીઓ તથા ક્રિકેટ રસિકોએ અભિનંદન પાઠવ્યા હતા. નોંધનીય છે કે છેલ્લા પાંચ વર્ષમાં યોજાયેલી ઢોડિયા સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટમાં ખેરગામ લાયન ટીમે ચાર વખત ફાઇનલ જીતી નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે.

NAVSARI (AB SCHOOL): નવસારીની એબી સ્કૂલમાં અભ્યાસ કરતી ધોડિયા સમાજની દિકરી ઋષિતા ઉમેશભાઈ પટેલ સમગ્ર રાજ્યમાં અને નવસારી જિલ્લામાં ટોપ ટેનમાં સ્થાન પ્રાપ્ત કર્યું.

                                                   


NAVSARI (AB SCHOOL): નવસારીની એબી સ્કૂલમાં અભ્યાસ કરતી ધોડિયા સમાજની દિકરી ઋષિતા ઉમેશભાઈ પટેલ સમગ્ર રાજ્યમાં અને નવસારી જિલ્લામાં ટોપ ટેનમાં સ્થાન પ્રાપ્ત કર્યું.

નવસારીના ૪૭, સાંઈ ગાર્ડન  સોસાઈટી એરૂનાં રહેવાસી અને નવસારીમાં પોલીસ કોન્સ્ટેબલની ફરજ બજાવતા ઉમેશભાઈ મંગુભાઇ પટેલ અને ટીનાબેન પટેલની દિકરી ઋષિતા નવસારીની એ બી સ્કૂલમાં અભ્યાસ કરે છે. અભ્યાસમાં હોંશિયાર દિકરી ઋષિતાએ ધોરણ -૧૦ની પરીક્ષામાં  રાજ્ય અને નવસારી જિલ્લામાં ટોપ ટેનમા સ્થાન મેળવી સમસ્ત આદિવાસી ધોડિયા સમાજ અને વતનનું નામ રોશન કર્યું છે. સમસ્ત આદિવાસી ધોડિયા સમાજ વતી દીકરીને હાર્દિક શુભકામનાઓ.

નવસારી જિલ્લામાં ધો. ૧૦ની પરીક્ષામાં એ-૧ ગ્રેડ પ્રાપ્ત કરનાર ૫૭૬ વિદ્યાર્થીઓ પૈકી ૨૧૧ એ.બી. સ્કૂલના વિદ્યાર્થીઓ છે. ધો. ૧૨ની જેમ એ.બી. સ્કૂલે ધો. ૧૦ની પરીક્ષામાં પણ પોતાનો દબદબો જાળવી રાખ્યો હતો.

એ.બી. સ્કૂલની  વિદ્યાર્થીની અને  ઋષિતા ઉમેશ પટેલે ૬૦૦માંથી ૫૯૨ ગુણ સાથે ૯૮.૬૭ ટકા મેળવી સમગ્ર રાજ્યમાં અને નવસારી જિલ્લામાં ટોપ ટેનમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. જ્યારે શાળાના ૨૩૫ વિદ્યાર્થીઓ એ-૨ ગ્રેડમાં આવ્યા છે. નવસારીની ડિવાઈન પબ્લિક સ્કૂલના ૨૯ વિદ્યાર્થીઓ એ-૧ અને ૩૮ વિદ્યાર્થીઓ એ-૨ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. જેમાં ધ્રુવી સુરેશકુમાર ટંડેલ તેમજ હર્ષવિ પ્રજ્ઞેશકુમાર ટંડેલ અને ક્રિષ્ના રોહિતભાઈ ટંડેલે ૯૯.૯૪ ટકા મેળવી એ-૧ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. જ્યારે અખિલ હિંદ મહિલા પરિષદ સંચાલિત જયાબેન છગનલાલ શાહ માધ્યમિક સ્કૂલનું ધો. ૧૦નું પરિણામ ૮૮.૬૮ ટકા આવ્યું છે. જેમાં આદિત્ય પાટીલે ૬૦૦માંથી ૫૬૯ ગુણ મેળવી ૯૪.૮૩ ટકા સાથે એ-૧ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે.

Video courtesy: DD NEWS SOUTH GUJARAT



Comments

Popular posts from this blog

શિક્ષકનો જીવ બચાવવા 13 વર્ષની આદિવાસી દીકરીએ શહીદી વ્હોરી.

             શિક્ષકનો જીવ બચાવવા 13 વર્ષની આદિવાસી  દીકરીએ શહીદી વ્હોરી. વાત છે. જયપુર રાજ્યના ડુંગરપુર જિલ્લાની  13 વર્ષની દીકરી કાલીબાઈની. તેમણે નાની ઉંમરે શિક્ષકનો જીવ બચાવવા શહીદી વ્હોરી તેની કહાની અહીં રજૂ કરવામાં આવી છે.  આઝાદી પહેલા જ્યારે રાજસ્થાનના આદિવાસી વિસ્તારોમાં એક ષડયંત્ર હેઠળ અત્યાચારના અંધકારથી શિક્ષણનો પ્રકાશ ઓલવાઈ રહ્યો હતો. શાળાઓને તાળાં મારવામાં આવ્યા હતા અને શિક્ષકોને ખેંચીને મારવામાં આવ્યા હતા. સરકારી આતંકવાદના એ વાતાવરણમાં રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના નાનકડા ગામ રસ્તાપાલની કાલીબાઈ ભીલ પોતાના ગુરુને બચાવવા હાથમાં દાતરડી લઈને સરકારી સૈનિકો સાથે એકલા લડ્યા હતાં. રસ્તાપાલ ગામની શાળાના શિક્ષક સેંગાભાઈનો જીવ બચાવતી વખતે કાલીબાઈ ભીલ તે સમયના જુલમી શાસનની ગોળીઓનો ભોગ બન્યા હતા. તેમણે 20 જૂન 1947ના રોજ પોતાના પ્રાણનો ત્યાગ કર્યો. ગત મંગળવારે કાલીબાઈ ભીલનો બલિદાન દિવસ હતો, પરંતુ ન તો કાલીબાઈ ભીલના બલિદાનને સરકારી શાળાઓમાં યાદ કરવામાં આવ્યું કે ન તો આદિવાસીઓના ભલા માટે લડતી સંસ્થાઓમાં તેની ચર્ચા થઈ. રાજસ્થાનમાં શિક્ષણને પ્ર...

Khergam: પોમાપાળ પ્રાથમિક શાળામાં 'સ્પોર્ટ્સ ડે' ઉજવાયો.

                                        Khergam: પોમાપાળ પ્રાથમિક શાળામાં 'સ્પોર્ટ્સ ડે' ઉજવાયો. તારીખ : ૨૪-૦૨-૨૦૨૪નાં દિને પોમાપાળ પ્રાથમિક શાળામાં 'સ્પોર્ટ્સ ડે' ઉજવાયો હતો. આ સ્પોર્ટ્સ ડેની ઉજવણીમાં ધોરણ ૧થી૫નાં બાળકોએ ભાગ લીધો હતો. જેમાં સંગીત ખુરશી, સોય દોરો, સિક્કા શોધ, લીંબુ ચમચી, રીંગણ પકડ, કેળાં કૂદપકડ, માટલી ફોડ અને ગાળિયા પસાર  જેવી રમત રમાડવામાં આવી હતી. બાળકોએ સ્પોર્ટ્સ ડે ઉજવણીમાં  ઉત્સાહપૂર્વક ભાગ લઈ પ્રથમ ક્રમાંક મેળવવા પ્રયત્ન કરતાં જોવા મળ્યા હતા. વિજેતા બાળકોને ઇનામ અર્પણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં. તેમજ શાળાનાં આચાર્યશ્રી વાસંતીબેન પટેલ દ્વારા ભાગ લીધેલ તમામ બાળકોને અભિનંદન પાઠવ્યા હતાં.

વિશ્વ માતૃભાષા દિવસઃ ધોડીઆ બોલી જાળવી રાખવા વિરવલિયો વિજુનો અનોખો પ્રયાસ

  વિશ્વ માતૃભાષા દિવસઃ ધોડીઆ બોલી જાળવી રાખવા વિરવલિયો વિજુનો અનોખો પ્રયાસ માતૃભાષા એ માત્ર ભાષા નહીં, પણ આપણા સંસ્કૃતિના પરિબળ અને ઓળખનો અભિન્ન હિસ્સો છે. આજના વૈશ્વિકકરણ અને સ્થાલાંતરની અસરથી અનેક આદિવાસી ભાષાઓ લુપ્ત થવાની કગારમાં છે. તેવી જ રીતે, ધોડીઆ બોલી પણ આધુનિક યુગમાં ધીમે ધીમે અવગણાઇ રહી છે. વિશ્વ માતૃભાષા દિવસ (21 ફેબ્રુઆરી)ના અવસરે, વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના વિરવલ ગામના લેખક વિજય રતિલાલ ગરાસિયા (વિરવલિયો વિજુ) દ્વારા ધોડીઆ બોલીને જીવંત રાખવા કરવામાં આવેલા પ્રયત્નો પર એક નજર કરીએ. ધોડીઆ બોલીનું સંવર્ધન: પરંપરા અને ડિજિટલ માધ્યમનો સમન્વય વિજ્ય ગરાસિયા 2006 થી ધોડીઆ બોલીને સંવર્ધન માટે પ્રયત્નશીલ છે. ગુજરાતી ભાષામાં વાર્તા, લેખ, જોક્સ અને નવલકથાઓ લખતા લેખક તરીકે તેમનું પ્રારંભિક કાર્ય સુપ્રસિદ્ધ રહ્યું છે. પરંતુ ધોડીઆ બોલીની અવગણના અને નવી પેઢીના તેના પ્રત્યેની અજ્ઞાનતા જોઇ, તેમણે આદિવાસી ભાષાને જીવંત રાખવા નવા માર્ગ શોધવા શરૂ કર્યા. સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મના યુગમાં, તેઓએ 2010માં ફેસબુક પર "વિરવલિયો વિજુ" નામથી એકાઉન્ટ બનાવી અને ધોડીઆ ભાષાની હળવી રમૂ...