ઢોડિયા સમાજની ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટમાં ખેરગામ લાયન ચેમ્પિયન ચીખલી તાલુકાના કલિયારી ગામ ખાતે આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડ પર જય ભવાની મિત્ર મંડળ દ્વારા મકરસંક્રાંતિના પાવન પર્વ નિમિત્તે ઢોડિયા સમાજના ક્રિકેટ મિત્રોને પ્રોત્સાહન આપવાના હેતુથી દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં ઢોડિયા સમાજની કુલ 164 ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ટુર્નામેન્ટની અંતિમ ફાઇનલ મેચ ખેરગામ લાયન અને અટગામ ઇલેવન વચ્ચે રમાઈ હતી. જેમાં ખેરગામ લાયન ટીમે પ્રથમ બેટિંગ કરીને 6 ઓવરમાં 84 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. તેના જવાબમાં અટગામ ઇલેવન ટીમ 6 ઓવરમાં માત્ર 73 રન બનાવી શકતા ખેરગામ લાયન ટીમ વિજેતા બની હતી. ખેરગામ લાયનની જીત સાથે ગ્રાઉન્ડ પર હાજર સમર્થકો ડીજેના તાલે ઝૂમી ઉલ્લાસપૂર્વક વિજયની ઉજવણી કરી હતી. ચેમ્પિયન બનેલી ખેરગામ લાયન ટીમના તમામ ખેલાડીઓને ખેરગામ વાસીઓ તથા ક્રિકેટ રસિકોએ અભિનંદન પાઠવ્યા હતા. નોંધનીય છે કે છેલ્લા પાંચ વર્ષમાં યોજાયેલી ઢોડિયા સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટમાં ખેરગામ લાયન ટીમે ચાર વખત ફાઇનલ જીતી નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે.
ચીખલી તાલુકાના ગોડથલ ગામની માળી ફળિયા પ્રાથમિક શાળાના આચાર્યશ્રીનો નિવૃત્તિ સન્માન સમારોહ યોજાયો.
ચીખલી તાલુકાના ગોડથલ ગામની માળી ફળિયા પ્રાથમિક શાળાના આચાર્યશ્રીનો નિવૃત્તિ સન્માન સમારોહ યોજાયો હતો.જેમાં ગણદેવી વિધાનસભાના માનનીય ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલ ઉપસ્થિત રહી આજીવન માઁ સરસ્વતીની સાધના કરનાર શિક્ષિકા શ્રીમતી હંસાબેન પટેલને વંદન સહ પુષ્પગુચ્છથી અભિવાદન કરી સ્વસ્થ અને સમૃદ્ધ નિવૃત્ત જીવનની શુભકામનાઓ પાઠવી હતી.
આજરોજ ચીખલી તાલુકાના ગોડથલ ગામે, માળી ફળિયા પ્રાથમિક શાળા ખાતે વયનિવૃત્ત થતા મુખ્ય શિક્ષિકા શ્રીમતી હંસાબેન પટેલના...
Posted by Naresh Patel on Tuesday, June 18, 2024

Comments
Post a Comment