Skip to main content

ઢોડિયા સમાજની ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટમાં ખેરગામ લાયન ચેમ્પિયન

ઢોડિયા સમાજની ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટમાં ખેરગામ લાયન ચેમ્પિયન ચીખલી તાલુકાના કલિયારી ગામ ખાતે આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડ પર જય ભવાની મિત્ર મંડળ દ્વારા મકરસંક્રાંતિના પાવન પર્વ નિમિત્તે ઢોડિયા સમાજના ક્રિકેટ મિત્રોને પ્રોત્સાહન આપવાના હેતુથી દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં ઢોડિયા સમાજની કુલ 164 ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ટુર્નામેન્ટની અંતિમ ફાઇનલ મેચ ખેરગામ લાયન અને અટગામ ઇલેવન વચ્ચે રમાઈ હતી. જેમાં ખેરગામ લાયન ટીમે પ્રથમ બેટિંગ કરીને 6 ઓવરમાં 84 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. તેના જવાબમાં અટગામ ઇલેવન ટીમ 6 ઓવરમાં માત્ર 73 રન બનાવી શકતા ખેરગામ લાયન ટીમ વિજેતા બની હતી. ખેરગામ લાયનની જીત સાથે ગ્રાઉન્ડ પર હાજર સમર્થકો ડીજેના તાલે ઝૂમી ઉલ્લાસપૂર્વક વિજયની ઉજવણી કરી હતી. ચેમ્પિયન બનેલી ખેરગામ લાયન ટીમના તમામ ખેલાડીઓને ખેરગામ વાસીઓ તથા ક્રિકેટ રસિકોએ અભિનંદન પાઠવ્યા હતા. નોંધનીય છે કે છેલ્લા પાંચ વર્ષમાં યોજાયેલી ઢોડિયા સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટમાં ખેરગામ લાયન ટીમે ચાર વખત ફાઇનલ જીતી નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે.

Valsad : ગ્રુપ દાન | બર્થડે કે લગ્ન તિથિએ દાન કરી ગરીબ બાળકોને શિક્ષણ : દિવ્ય ભાસ્કર રિપોર્ટ

 Valsad : ગ્રુપ દાન | બર્થડે કે લગ્ન તિથિએ દાન કરી ગરીબ બાળકોને શિક્ષણ : દિવ્ય ભાસ્કર રિપોર્ટ

 સોશિયલ મીડિયાનો ઉપયોગ માત્ર સમય પસાર કરવા માટે નહિ પરંતુ સમાજસેવા કરવાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું છે. વોટસઅપ ગ્રુપ થકી ચાલતી સમાજસેવાની અનોખી પહેલથી અનેક ગરીબ બાળકોના ભાવિમાં ઉજાસ પથરાયો છે તો ગરીબ પરિવારોને આર્થિક રીતે મદદરૂપ બન્યું છે સંકલ્પ એજ્યુકેશન ગ્રુપ.

ગરીબ બાળકોના ભણતરમાં ખરાબ આર્થિક સ્થિતિને લીધે થતા ભણતરના સૂર્યાસ્તને સૂર્યોદયમાં ફેરવવા તેમજ ઉચ્ચ ડિગ્રી હાંસલ કરવાના સપના જોતા ગરીબ બાળકોના સપના પૂર્ણ કરવાના સંકલ્પ સાથે જાગૃત શિક્ષિત

યુવાનોનું સંકલ્પ એજ્યુકેશન ગ્રુપ કામ કરી રહ્યું છે. ગરીબ બાળકોના ભણતર માટે આર્થિક પરિસ્થિતિ નબળી હોય તેવા બાળકોના ભણતર માટે એક અનોખી પહેલ સંકલ્પ એજ્યુકેશન ગ્રુપ દ્વારા આશરે 8- 9 મહિના પહેલા કરવામાં આવી હતી. જેમાં વિવિધ વર્ગના કર્મચારીઓ જેઓ ગરીબીમાંથી ઊછરી શિક્ષણના પ્રકાશ થકી નોકરી મેળવી અને

સમાજમાં પગભર થયા તેઓએ એક વિચાર સંકલ્પ દ્વારા નક્કી કર્યું કે આપણે સૌ ભેગા મળી જરૂરિયાતમંદ બાળકોને સહાય પૂરી પાડવી જોઈએ. જે સમાજના દાખલા ઉપર નોકરી મળી છે તે સમાજનો ઋણ ચૂકવવા માટે થઈને આ ગ્રુપની રચના થઈ હતી. કોઈનોજન્મદિવસ હોય કોઈની મૃત્યુતિથિ હોય કોઈની લગ્ન વર્ષગાંઠ હોય કોઈ પરીક્ષામાં પાસ થયું હોય જેવા વગેરે સંદર્ભ એક યાદગીરી રૂપે એક સ્મૃતિ ભેટ રૂપે યથા યોગ્ય સહાય

આપવામાં માટે આગળ આવ્યા અને સંકલ્પ એજ્યુકેશન ગ્રુપની થઈ હતી. આદિવાસી સમાજમાં ઉચ્ચ અભ્યાસ કરતા તેજસ્વી તારલાઓ કે જેઓ આર્થિક રીતે નબળા હોય પરંતુ ઉચ્ચ અભ્યાસની ધગશ હોય અને ફી ભરવાની પરિસ્થિતિ ન હોય તેઓ માટે નાની મોટી સહાય 20,000 રૂપિયાની મર્યાદામાં ગ્રુપ દ્વારા કરવામાં આવી રહી છે. તાપી જિલ્લાના શિક્ષક રૂપેશ પટેલ સંકલ્પ ગ્રુપ સાથે જોડાઈને જણાવી રહ્યા છે વિના સહકાર નહિ ઉદ્ધાર, આર્થિક રીતે પગભર થયેલ લોકોએઆર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓની સીડી બનાવાની જરૂર છે. હવે શિક્ષકો વધુને વધુ ગ્રુપમાં જોડાઈ રહ્યા જે સારી બાબત છે.

વલસાડ, સુરત, તાપી, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, ડાંગ-નવસારી જેવા આદિવાસી પટ્ટામાં અભ્યાસ કરતા બાળકોને સંકલ્પ એજ્યુકેશન ગ્રુપ સહાય પૂરી પાડે છે. સંકલ્પએજ્યુકેશન ગ્રુપ સોશિયલ મીડિયાનો સદુપયોગ કરી વોટસઅપ ગ્રુપ થકી ચાલી રહ્યો છે કે જેમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ કેવી રીતે સમાજ માટે કરી શકાય તેનું ઉત્તમ ઉદાહરણ સંકલ્પ એજ્યુકેશન ગ્રુપ છે. સંકલ્પ એજ્યુકેશનના નવ ગ્રુપ સોશિયલ મીડિયામાં ચાલી રહ્યા છે.

શું છે સંકલ્પગ્રુપનો સંકલ્પ?

■હોસ્ટેલ કે આશ્રમશાળામાં બાળકોમાં ગરીબ બાળકોની માહિતી લઈ એમને મદદ જેવી કે, નોટબુક,ઓઢવા ધાબળા ચાદર, ભણતર કીટ, જે બાળકોને પાસે નવનીત કે ગાઈડ ન હોય તો તે કરવી. પ્રાથમિક સ્કૂલમાં બાળકીઓને સેનેટરી વસ્તુ, જેમના મા-બાપ ન હોય એમની જશે એમને મદદ જેથી આપણા સમાજમાં ભણતર ન છોડે એટલા માટે મદદ કરવી. કોઈ નું ઘર બળી જાય કે પુર નુકશાન - વગેરે તો અનાજ કીટ કે વાસણો લઈ આપી ને મદદ કરવી હોસ્પિટલમાં જો..આર્થિક રીતે નબળા હોય તો તેમને મદદ તો સાથોસાથ એકલા રહેતા વડીલ હોય એમની મદદ આર્થિક રીતે નબળા પરિવારના બાળકો ફી નહિ ભરી શક્તા હોય એમની ફી ભરવી. હાલ આ ગૃપ શિક્ષણ ઉપર વિશેષ ધ્યાન આપી રહ્યું છે.

આ પ્રસંગે લોકોની મદદ મળે છે.

સંકલ્પ એજ્યુકેશનના વોટ્સ અપ ગ્રુપના સભ્યો જન્મદિવસ, લગ્ન વર્ષગાંઠ હોય કે અશુભ પ્રસંગે સ્વેચ્છાએ રૂપિયા 500થી લઈને 5000 સુધી ગ્રુપને આપે છે. એ જ રૂપિયા ગરીબ બાળકો સુધી કે જરૂરિયાત મંદ લોકો સુધી પહોંચી રહ્યા છે. મક્કમ ગતિએ થયેલી શરૂઆત આવનાર દિવસોમાં સામજ સેવાનું વટવૃક્ષ બની તેમાં કોઈ બે મત નથી.

સમાજસેવાનું સારૂ આયોજન શિક્ષણ સિવાય આપણાં સમાજનો ઉદ્ધાર અધુરો છે.

આવનાર પેઢીને શિક્ષણ આપીશું તો જ આગળ વધશે નહિતર આર્થિક રીતે નબળો વર્ગ વધુ નબળો બનશે. નોકરી કરતા મિત્રો મહિને 100 રૂપિયાની જ મદદ કરશે તો પણ ઘણી બધી સમાજસેવાનું સારું આયોજન થઈ શકે એમ છે. હાલમાં આ સેવાકિય પ્રવૃતિનો મહત્તમ લાભ ગરીબ વિદ્યાર્થી લઈ રહ્યા છે. આવનારા દિવસોમાં અન્ય સહાય માટે પણ વિચાર કરાશે. 

મીનેશ પટેલ (નવસારી મહુડી), સંકલ્પ એજ્યુકેશન ગ્રુપ

Post credit : Divya Bhaskar,(Mehul Patel) (03-06-2024)

Comments

Popular posts from this blog

Khergam: પોમાપાળ પ્રાથમિક શાળામાં 'સ્પોર્ટ્સ ડે' ઉજવાયો.

                                        Khergam: પોમાપાળ પ્રાથમિક શાળામાં 'સ્પોર્ટ્સ ડે' ઉજવાયો. તારીખ : ૨૪-૦૨-૨૦૨૪નાં દિને પોમાપાળ પ્રાથમિક શાળામાં 'સ્પોર્ટ્સ ડે' ઉજવાયો હતો. આ સ્પોર્ટ્સ ડેની ઉજવણીમાં ધોરણ ૧થી૫નાં બાળકોએ ભાગ લીધો હતો. જેમાં સંગીત ખુરશી, સોય દોરો, સિક્કા શોધ, લીંબુ ચમચી, રીંગણ પકડ, કેળાં કૂદપકડ, માટલી ફોડ અને ગાળિયા પસાર  જેવી રમત રમાડવામાં આવી હતી. બાળકોએ સ્પોર્ટ્સ ડે ઉજવણીમાં  ઉત્સાહપૂર્વક ભાગ લઈ પ્રથમ ક્રમાંક મેળવવા પ્રયત્ન કરતાં જોવા મળ્યા હતા. વિજેતા બાળકોને ઇનામ અર્પણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં. તેમજ શાળાનાં આચાર્યશ્રી વાસંતીબેન પટેલ દ્વારા ભાગ લીધેલ તમામ બાળકોને અભિનંદન પાઠવ્યા હતાં.

Khergam (janta madhyamik school) : ખેરગામની જનતા માધ્યમિક શાળામાં વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો.

   Khergam (janta madhyamik school) : ખેરગામની જનતા માધ્યમિક શાળામાં વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો. તારીખ ૨૧-૦૨-૨૦૨૪નાં દિને જનતા માધ્યમિક  શાળામાં વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન  કરવામાં આવ્યું હતું,જેમાં કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને ખેરગામ તાલુકાના તાલુકા વિકાસ અધિકારીશ્રી મહેશભાઈ વિરાણી સાહેબને બિરાજમાન હતા. ભારતીય સંસ્કૃતિ પરંપરા પ્રમાણે દીપ પ્રગટીકરણ દ્વારા કાર્યક્રમની શરૂઆત થઈ હતી અને શાળાના પ્રાર્થના વૃંદે સુપરવાઇઝર શ્રી મહેશભાઈ પટેલની અધ્યક્ષતામાં પ્રેક્ષકો સમક્ષ પ્રાર્થના રજૂ કરી હતી,           શાળાના આચાર્યશ્રી ચેતનભાઇ પટેલ આવકાર પ્રવચન દ્વારા આમંત્રિત મહેમાનો આવકાર કરવામાં આવ્યો હતો,સમગ્ર કાર્યક્રમમાં પ્રાથમિક વિભાગ ,માધ્યમિક વિભાગ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ માં ધોરણ 10 અને 12 તેમજ ધોરણ 9 અને 11 માં શૈક્ષણિક ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરવા બદલ વિદ્યાર્થીઓને શીલ્ડ તેમજ રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. તદુપરાંત સમગ્ર વર્ષ દરમિયાન રમતગમત ક્ષેત્રે અને સાંસ્કૃતિક ક્ષેત્રે જે વિદ્યાર્થીઓએ વિશિષ્ટ સિદ્ધિઓ પ્રાપ્ત કરી હત...

રાષ્ટ્રીય આદિવાસી સાહિત્ય મહોત્સવ 2025 માં ધોડિયા ભાષા અને સંસ્કૃતિનો પડઘો પડ્યો

  રાષ્ટ્રીય આદિવાસી સાહિત્ય મહોત્સવ 2025 માં ધોડિયા ભાષા અને સંસ્કૃતિનો પડઘો પડ્યો રાષ્ટ્રીય આદિવાસી સાહિત્ય મહોત્સવ - ૨૦૨૫ સ્થાન: કોઝિકોડ (કેરળ) તારીખ: ૨૭ થી ૨૯ માર્ચ કેરળ સરકાર અને કેરળ ઇન્સ્ટિટ્યૂટ ફોર રિસર્ચ ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટ સ્ટડીઝ ઓફ શેડ્યુલ્ડ કાસ્ટ્સ એન્ડ શેડ્યુલ્ડ ટ્રાઇબ્સ (KIRTADS) ના સંયુક્ત પ્રયાસથી કોઝિકોડ (કાલિકટ) ખાતે રાષ્ટ્રીય આદિવાસી સાહિત્ય મહોત્સવ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રતિષ્ઠિત કાર્યક્રમમાં ભારતના વિવિધ રાજ્યોના સાહિત્યકારો, સંશોધકો અને આદિવાસી સંસ્કૃતિ નિષ્ણાતોએ ભાગ લીધો હતો. ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતા, પ્રખ્યાત કવિ-લેખક કુલીન પટેલને આ મહોત્સવમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું. પોતાના સંબોધનમાં, તેમણે ધોડિયા આદિવાસી સમુદાયની સમૃદ્ધ ભાષા, સંસ્કૃતિ અને પરંપરાઓ પર પ્રકાશ પાડ્યો. ખાસ કરીને, તેમણે 'કાંસેરી કથા' ની ઐતિહાસિક અને સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિની વિગતવાર ચર્ચા કરી, જેણે ઉપસ્થિત વિદ્વાનો અને સાહિત્ય પ્રેમીઓમાં ઊંડો રસ દાખવ્યો. ધોડિયા ભાષા અને સંસ્કૃતિની વિશેષતાઓ કુલીન પટેલે ધોડિયા ભાષામાં પોતાની કવિતાઓ સંભળાવીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધ...