Science fair Keliya School,Vansda: વાંસદા તાલુકાના કેલિયા પ્રા.શાળામાં તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું. બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કેલિયા પ્રાથમિક શાળા ખાતે વાંસદા-ચીખલીના ધારાસભ્ય આનંદ પટેલની ઉપસ્થિતિમાં રાખવામાં આવ્યું હતું જેમાં ૮૪ જેટલી કૃતિઓ પ્રદર્શન માટે મૂકવામાં આવી હતી અને કેલિયા પ્રાથમિક શાળાના નવનિર્મિત મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ૨૦૨૪ "ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને વાંસદા તાલુકાની પ્રાથમિક શાળાઓના બાળ વૈજ્ઞાનિકો દ્વારા કેલિયા પ્રાથમિક શાળામાં નવનિર્મિત મકાનનું લોકાર્પણ વાંસદા વિધાનસભાનાં માનનીય ધારાસભ્યશ્રી અનંત પટેલ અને તાલુકા પંચાયત પ્રમુખશ્રી દીપ્તિબેન પટેલની ઉપસ્થિતિમાં રાખવામાં આવ્યું હતું. જેમાં જુદી જુદી પ્રાથમિક શાળાના બાળકોએ 84 જેટલી કૃતિઓ પ્રદર્શન માટે મૂકવામાં આવી હતી. અધ્યક્ષપદેથી ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું હતું કે શાળાના ઉત્સાહિત શિક્ષકો દ્વારા દર વર્ષે વૈજ્ઞાનિક પ્રદર્શન રાખવામાં આવે છે અને વિદ્યાર્થીઓ પણ ઉત્સાહથી કૃતિઓ તૈયાર કરે છે આ પ્રસંગે પ્રાંત અધિકારી પટેલ સાહેબે જણાવ્યું હતું કે ખૂબ સરસ આયો...
મહુવા (વસરાઈ) : બારડોલી મધર કેર હોસ્પિટલના ડૉ. નીતિન પટેલ દ્વારા તંદુરસ્ત જીવન બાબતે વક્તવ્ય યોજાયું.
મહુવા (વસરાઈ) : બારડોલી મધર કેર હોસ્પિટલના ડૉ. નીતિન પટેલ દ્વારા તંદુરસ્ત જીવન બાબતે વક્તવ્ય યોજાયું.
તારીખ :07-07-2 024નાં દિને મહુવા તાલુકાનાં વસરાઇ ધોડિયા સમાજ ભવન ખાતે ડો. નિતિન પટેલ (મધરકેર હોસ્પિટલ બારડોલી) દ્વારા હેલ્ધી લાઈફ (નેચર લાઈફ) અંગેનું રસપ્રદ વકતવ્ય યોજાયું.
જેમાં તેમણે આરોગ્ય વિષયક માર્ગદર્શન તેમજ હાલની ભાગદોડની જિંદગીમાં શરીર બાબતે શું કાળજી રાખવી અને ખોરાક બાબતે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
જેમાં ગ્રામજનો, આગેવાનો અને શ્રી કમલેશભાઈ શ્રી યોગેશભાઈ, શ્રી ઉમેદભાઈ ,શ્રી ધર્મેશભાઈ, શ્રીમુકેશભાઈ, શ્રીસંજયભાઈ, શ્રીધ્યેય, શ્રી ચિન્તન, શ્રી બકુલભાઈ, શ્રી જિમિલભાઈ, શ્રીતરુણભાઈ. શ્રી અનિલભાઈ વગેરેની ઉપસ્થિતિએ આપણા લોકો તંદુરસ્ત રહે એ આશયે આયોજન થયું હતું.
દિવ્ય ભાસ્કર ન્યૂઝ
Comments
Post a Comment