Skip to main content

ઢોડિયા સમાજની ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટમાં ખેરગામ લાયન ચેમ્પિયન

ઢોડિયા સમાજની ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટમાં ખેરગામ લાયન ચેમ્પિયન ચીખલી તાલુકાના કલિયારી ગામ ખાતે આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડ પર જય ભવાની મિત્ર મંડળ દ્વારા મકરસંક્રાંતિના પાવન પર્વ નિમિત્તે ઢોડિયા સમાજના ક્રિકેટ મિત્રોને પ્રોત્સાહન આપવાના હેતુથી દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં ઢોડિયા સમાજની કુલ 164 ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ટુર્નામેન્ટની અંતિમ ફાઇનલ મેચ ખેરગામ લાયન અને અટગામ ઇલેવન વચ્ચે રમાઈ હતી. જેમાં ખેરગામ લાયન ટીમે પ્રથમ બેટિંગ કરીને 6 ઓવરમાં 84 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. તેના જવાબમાં અટગામ ઇલેવન ટીમ 6 ઓવરમાં માત્ર 73 રન બનાવી શકતા ખેરગામ લાયન ટીમ વિજેતા બની હતી. ખેરગામ લાયનની જીત સાથે ગ્રાઉન્ડ પર હાજર સમર્થકો ડીજેના તાલે ઝૂમી ઉલ્લાસપૂર્વક વિજયની ઉજવણી કરી હતી. ચેમ્પિયન બનેલી ખેરગામ લાયન ટીમના તમામ ખેલાડીઓને ખેરગામ વાસીઓ તથા ક્રિકેટ રસિકોએ અભિનંદન પાઠવ્યા હતા. નોંધનીય છે કે છેલ્લા પાંચ વર્ષમાં યોજાયેલી ઢોડિયા સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટમાં ખેરગામ લાયન ટીમે ચાર વખત ફાઇનલ જીતી નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે.

સાફલ્ય ગાથાઃ ફ્રી શીપ કાર્ડ યોજના વલસાડ જિલ્લાની ગરીબ આદિવાસી વિદ્યાર્થીઓ માટે બની તારણહાર

  સાફલ્ય ગાથાઃ ફ્રી શીપ કાર્ડ યોજના વલસાડ જિલ્લાની ગરીબ આદિવાસી વિદ્યાર્થીઓ માટે બની તારણહાર

સરકાર સામે ચાલીને અમારા આંગણે આવી અને મારૂ સપનુ પુરૂ કર્યુઃ ડો. દર્શના પટેલ કપરાડાની યુવતીએ વલસાડ મેડિકલ કોલેજમાં એક પણ રૂપિયો ફી ભર્યા વગર મેળવી એમબીબીએસની ડિગ્રી હાલ ડો. દર્શના પટેલ પીંડવળ સીએચસીમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવે છે આલેખનઃ જિજ્ઞેશ સોલંકી માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૧૨ જુલાઈ ‘‘સરકાર તમારા આંગણે...’’ આ સ્લોગન આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને આપણા રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના મુખેથી અવરનવર જાહેર કાર્યક્રમોમાં સાંભળતા હોય છે પરંતુ જ્યારે પ્રજાના મુખે આ સ્લોગન બોલવામાં આવે ત્યારે તેની સાર્થકતા થઈ કહેવાય. સરકાર માટે ઉપલ્બિધી સમાન કહી શકાય તેવી આવી જ કંઈક ઘટના વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના કોઠાર ગામમાં બની હતી. સરકારની ફ્રી શીપ કાર્ડ યોજનાનો લાભ લઈ ડોકટર થયેલી લાભાર્થી યુવતી કહે છે કે, ‘‘સરકાર સામે ચાલીને અમારા આંગણે આવી અને મારૂ સપનું પુરૂ કર્યુ...’’ ત્યારે આવો જાણીએ કે, ગરીબ આદિવાસી સમાજની દીકરી અને તેના પરિવારની સંઘર્ષની કહાનીમાં રાજ્ય સરકાર કેવી રીતે આશીર્વાદરૂપ બની અને કેવી રીતે ડોકટર બનવાનું સપનું પુરૂ કર્યુ તેની સમગ્ર કહાની આદિવાસી સમાજની તબીબ યુવતીના જ મુખેથી... વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના કોઠાર ગામના હોળી ફળિયામાં રહેતી તબીબ યુવતી ડો. દર્શના ગોવિંદભાઈ પટેલ કહે છે કે, હું ધો.૧ માં ભણતી ત્યારે ૬ વર્ષની હતી તે સમયે મારા મમ્મી ઝાડા-ઉલટી જેવી સામાન્ય બિમારીના કારણે મૃત્યુ પામ્યા હતા. જ્યારે હું ધો. ૬માં આવી ત્યારે મારી મમ્મી લતાબેનના મોતના કારણ વિશે ખબર પડી તો ત્યારથી જ મનોમન એવુ નક્કી કર્યુ હતું કે, ઝાડા-ઉલટી જેવી સામાન્ય માંદગીના કારણે કોઈનો જીવ જવો ન જોઈએ, ધરતી પર ડોકટરને ભગવાનનું રૂપ ગણવામાં આવે છે જેથી મારા મનમાં ડોક્ટર બનવાની ઈચ્છા થઈ, જેથી મારા પરિવાર કે મારા ગામમાં કોઈ નજીવી બિમારીના કારણે મોતને ન ભેટે. ડોકટર બનવાના મારા સપનાને પુરા કરવા માટે ખૂબ મન લગાવી અભ્યાસ કર્યો અને વલસાડની જીએમઈઆરએસ મેડિકલ કોલેજમાં મને વર્ષ ૨૦૧૭માં પ્રવેશ મળ્યો હતો પરંતુ તે સમયે ફી ભરવા માટે અમારી પાસે પૈસા ન હતા. પિતા ગોવિંદભાઈ પશુપાલનનું કામ કરી મારી સાથે અન્ય બે બહેન અને ૧ ભાઈ મળી કુલ ચાર સંતાનના ભરણપોષણ અને ભણાવવાની જવાબદારી નિભાવી રહ્યા હતા. આર્થિક સ્થિતિ નબળી હોવાથી અમે મૂંઝવણમાં મુકાયા હતા. પરંતુ આ ખરા સમયે અમારા પર તકેદારી કચેરી ( હાલની મદદનીશ કમિશ્નર આદિજાતિ વિકાસ કચેરી)માંથી સામેથી ફોન આવ્યો હતો અને કહ્યું કે, તમને મેડિકલ કોલેજમાં એમબીબીએસ માટે એડમિશન મળ્યું છે જેની ફી ભરવાની ચિંતા ન કરતા, ગુજરાત સરકારની ફ્રી શીપ કાર્ડ યોજનાનો લાભ મળવાથી તમારી કોલેજની ફી સરકાર ભરપાઈ કરશે તમારે એક પણ રૂપિયો ભરવાનો નથી. આ શબ્દો સાંભળીને અમારા હૈયે ટાઢક વળી હતી. મારા સપનાને ઉડાન ભરવા માટે રાજ્ય સરકારે પાંખો આપી હોય એમ અમે બધા ખુશીથી ઝુમી ઉઠ્યા હતા. આખરે ૨૦૨૨માં એમબીબીએસની ડિગ્રી મેળવી ગરીબ આદિવાસી સમાજની સેવા કરવા માટે સૌ પ્રથમ તા. ૧૨ ઓગસ્ટ ૨૦૨૩ના રોજ સૌપ્રથમ સુથારપાડા સીએચસીમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ પર જોડાઈ હતી ત્યારબાદ બદલી થતા હાલ પિંડવળ સીએચસીમાં ફરજ બજાવી દર્દીઓની સેવા કરી રહી છું. આગામી દિવસોમાં હું એમડી કરી યુપીએસસી-સીએમએસ (કમ્બાઈન મેડિકલ સર્વિસ)ની પરીક્ષાની તૈયારી કરવાનું નક્કી કર્યુ છે. એમડીની ડિગ્રી માટે પણ આ ફ્રી શીપ કાર્ડ યોજના ફરી મને મદદરૂપ થશે. ડો. દર્શના પટેલ વધુમાં કહે છે કે, આ યોજનાની બીજી સારી વાત એ છે કે, ૪ વર્ષ સુધી કોલેજ કરી એ ત્યારે સેમેસ્ટર કે વર્ષ પુરૂ થાય ત્યારે ફ્રી શીપ કાર્ડ રિન્યુ કરાવવાનો રહેતો નથી. એક વાર ફ્રી શીપ કાર્ડ મળે એટલે એમબીબીએસની ડિગ્રી મળે ત્યાં સુધી કોઈ ચિંતા કરવાની રહેતી નથી. કોલેજની ફીનો તમામ ખર્ચ સરકાર ઉપાડી લે છે. જો આ યોજનાનો લાભ મને મળ્યો ન હોત તો કદાચ હું ડોકટર બની શકી ન હોત. જેથી આ યોજનાનો લાભ મળવા બદલ અને ગુજરાત સરકારે મારા સપનાને ઉડાન ભરવા માટે પાંખો આપી તે બદલ હું રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર માનુ છું. બોક્ષ મેટર ....તો હું મારી દીકરીને ડોકટર બનાવી શક્યો ન હોતઃ પિતા ગોવિંદભાઈ પટેલ ડો. દર્શના પટેલના પિતા ગોવિંદભાઈએ જણાવ્યું કે, ચાર સંતાન હોવાથી તેમને ભણાવવા ગણાવવા અને ઘર ચલાવવા માટે મારી પાસે પશુપાલન સિવાય અન્ય કોઈ સ્ત્રોત ન હતો. દીકરી દર્શનાને ડોકટર બનવુ હતું પરંતુ હું સામાન્ય પરિવારનો હોવાથી જેમ તેમ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. જેથી દીકરીને ડોકટર બનાવવાનું સપનું સાકાર કરવુ મુશ્કેલ લાગતુ હતું પરંતુ તે સમેય સરકાર સામે ચાલીને અમારે આંગણે આવી હોય એમ અમને ફ્રી શીપ કાર્ડ યોજનાનો લાભ આપ્યો અને મારી દીકરી આજે ડોકટર બની ગઈ તેની મને બેહદ ખુશી છે, જો આ યોજનાનો લાભ મળ્યો ન હોત તો હું મારી દીકરીને ડોકટર બનાવી શકયો ન હોત. સરકારની આ યોજનાના લાભ બદલ હું રાજ્ય સરકારનો આભાર માનુ છું.

સાફલ્ય ગાથાઃ ફ્રી શીપ કાર્ડ યોજના ગરીબ આદિવાસી વિદ્યાર્થીઓ માટે બની તારણહાર ---- સરકાર સામે ચાલીને અમારા આંગણે આવી...

Posted by INFO Valsad GOV on Friday, July 12, 2024

Comments

Popular posts from this blog

Khergam: પોમાપાળ પ્રાથમિક શાળામાં 'સ્પોર્ટ્સ ડે' ઉજવાયો.

                                        Khergam: પોમાપાળ પ્રાથમિક શાળામાં 'સ્પોર્ટ્સ ડે' ઉજવાયો. તારીખ : ૨૪-૦૨-૨૦૨૪નાં દિને પોમાપાળ પ્રાથમિક શાળામાં 'સ્પોર્ટ્સ ડે' ઉજવાયો હતો. આ સ્પોર્ટ્સ ડેની ઉજવણીમાં ધોરણ ૧થી૫નાં બાળકોએ ભાગ લીધો હતો. જેમાં સંગીત ખુરશી, સોય દોરો, સિક્કા શોધ, લીંબુ ચમચી, રીંગણ પકડ, કેળાં કૂદપકડ, માટલી ફોડ અને ગાળિયા પસાર  જેવી રમત રમાડવામાં આવી હતી. બાળકોએ સ્પોર્ટ્સ ડે ઉજવણીમાં  ઉત્સાહપૂર્વક ભાગ લઈ પ્રથમ ક્રમાંક મેળવવા પ્રયત્ન કરતાં જોવા મળ્યા હતા. વિજેતા બાળકોને ઇનામ અર્પણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં. તેમજ શાળાનાં આચાર્યશ્રી વાસંતીબેન પટેલ દ્વારા ભાગ લીધેલ તમામ બાળકોને અભિનંદન પાઠવ્યા હતાં.

Khergam (janta madhyamik school) : ખેરગામની જનતા માધ્યમિક શાળામાં વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો.

   Khergam (janta madhyamik school) : ખેરગામની જનતા માધ્યમિક શાળામાં વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો. તારીખ ૨૧-૦૨-૨૦૨૪નાં દિને જનતા માધ્યમિક  શાળામાં વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન  કરવામાં આવ્યું હતું,જેમાં કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને ખેરગામ તાલુકાના તાલુકા વિકાસ અધિકારીશ્રી મહેશભાઈ વિરાણી સાહેબને બિરાજમાન હતા. ભારતીય સંસ્કૃતિ પરંપરા પ્રમાણે દીપ પ્રગટીકરણ દ્વારા કાર્યક્રમની શરૂઆત થઈ હતી અને શાળાના પ્રાર્થના વૃંદે સુપરવાઇઝર શ્રી મહેશભાઈ પટેલની અધ્યક્ષતામાં પ્રેક્ષકો સમક્ષ પ્રાર્થના રજૂ કરી હતી,           શાળાના આચાર્યશ્રી ચેતનભાઇ પટેલ આવકાર પ્રવચન દ્વારા આમંત્રિત મહેમાનો આવકાર કરવામાં આવ્યો હતો,સમગ્ર કાર્યક્રમમાં પ્રાથમિક વિભાગ ,માધ્યમિક વિભાગ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ માં ધોરણ 10 અને 12 તેમજ ધોરણ 9 અને 11 માં શૈક્ષણિક ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરવા બદલ વિદ્યાર્થીઓને શીલ્ડ તેમજ રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. તદુપરાંત સમગ્ર વર્ષ દરમિયાન રમતગમત ક્ષેત્રે અને સાંસ્કૃતિક ક્ષેત્રે જે વિદ્યાર્થીઓએ વિશિષ્ટ સિદ્ધિઓ પ્રાપ્ત કરી હત...

રાષ્ટ્રીય આદિવાસી સાહિત્ય મહોત્સવ 2025 માં ધોડિયા ભાષા અને સંસ્કૃતિનો પડઘો પડ્યો

  રાષ્ટ્રીય આદિવાસી સાહિત્ય મહોત્સવ 2025 માં ધોડિયા ભાષા અને સંસ્કૃતિનો પડઘો પડ્યો રાષ્ટ્રીય આદિવાસી સાહિત્ય મહોત્સવ - ૨૦૨૫ સ્થાન: કોઝિકોડ (કેરળ) તારીખ: ૨૭ થી ૨૯ માર્ચ કેરળ સરકાર અને કેરળ ઇન્સ્ટિટ્યૂટ ફોર રિસર્ચ ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટ સ્ટડીઝ ઓફ શેડ્યુલ્ડ કાસ્ટ્સ એન્ડ શેડ્યુલ્ડ ટ્રાઇબ્સ (KIRTADS) ના સંયુક્ત પ્રયાસથી કોઝિકોડ (કાલિકટ) ખાતે રાષ્ટ્રીય આદિવાસી સાહિત્ય મહોત્સવ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રતિષ્ઠિત કાર્યક્રમમાં ભારતના વિવિધ રાજ્યોના સાહિત્યકારો, સંશોધકો અને આદિવાસી સંસ્કૃતિ નિષ્ણાતોએ ભાગ લીધો હતો. ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતા, પ્રખ્યાત કવિ-લેખક કુલીન પટેલને આ મહોત્સવમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું. પોતાના સંબોધનમાં, તેમણે ધોડિયા આદિવાસી સમુદાયની સમૃદ્ધ ભાષા, સંસ્કૃતિ અને પરંપરાઓ પર પ્રકાશ પાડ્યો. ખાસ કરીને, તેમણે 'કાંસેરી કથા' ની ઐતિહાસિક અને સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિની વિગતવાર ચર્ચા કરી, જેણે ઉપસ્થિત વિદ્વાનો અને સાહિત્ય પ્રેમીઓમાં ઊંડો રસ દાખવ્યો. ધોડિયા ભાષા અને સંસ્કૃતિની વિશેષતાઓ કુલીન પટેલે ધોડિયા ભાષામાં પોતાની કવિતાઓ સંભળાવીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધ...