ઢોડિયા સમાજની ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટમાં ખેરગામ લાયન ચેમ્પિયન ચીખલી તાલુકાના કલિયારી ગામ ખાતે આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડ પર જય ભવાની મિત્ર મંડળ દ્વારા મકરસંક્રાંતિના પાવન પર્વ નિમિત્તે ઢોડિયા સમાજના ક્રિકેટ મિત્રોને પ્રોત્સાહન આપવાના હેતુથી દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં ઢોડિયા સમાજની કુલ 164 ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ટુર્નામેન્ટની અંતિમ ફાઇનલ મેચ ખેરગામ લાયન અને અટગામ ઇલેવન વચ્ચે રમાઈ હતી. જેમાં ખેરગામ લાયન ટીમે પ્રથમ બેટિંગ કરીને 6 ઓવરમાં 84 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. તેના જવાબમાં અટગામ ઇલેવન ટીમ 6 ઓવરમાં માત્ર 73 રન બનાવી શકતા ખેરગામ લાયન ટીમ વિજેતા બની હતી. ખેરગામ લાયનની જીત સાથે ગ્રાઉન્ડ પર હાજર સમર્થકો ડીજેના તાલે ઝૂમી ઉલ્લાસપૂર્વક વિજયની ઉજવણી કરી હતી. ચેમ્પિયન બનેલી ખેરગામ લાયન ટીમના તમામ ખેલાડીઓને ખેરગામ વાસીઓ તથા ક્રિકેટ રસિકોએ અભિનંદન પાઠવ્યા હતા. નોંધનીય છે કે છેલ્લા પાંચ વર્ષમાં યોજાયેલી ઢોડિયા સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટમાં ખેરગામ લાયન ટીમે ચાર વખત ફાઇનલ જીતી નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે.
Navsari|Vansda : રૂપવેલના પી.એન.પટેલ નવસારીના અધિક્ષક ઈજનેર તરીકે નિયુક્ત થયા
જેટકોના કાર્યપાલક ઈજનેર નવસારી પી.એન.પટેલની અધિક્ષક ઇજનેર તરીકે નવસારીમાં બઢતી કરવામાં આવી છે. તેમની આ સફળતા બદલ સમગ્ર આદિવાસી સમાજ ગૌરવની લાગણી અનુભવી રહ્યો છે.
વાંસદા તાલુકાના રૂપવેલ ગામના મૂળ રહેવાસી અને હાલ બીલીમોરા શહેર સ્થિત પંકજભાઈ નગીનભાઈ પટેલ કાર્યપાલક ઈજનેર (બાંધકામ) નવસારી વિભાગીય કચેરીમાં ડિસેમ્બર ૨૦૧૫થી અમરેલીથી વિનંતી બદલી લઈ પોતાના વતન ખાતે હાજર થયા હતા અને ચાર્જ સંભાળ્યો હતો. તેમના સહકર્મી મિત્રના જણાવ્યા પ્રમાણે તેમણે સતત મહેનત કરીને આદિવાસી વિસ્તાર, શહેરી વિસ્તારને ઔદ્યોગિક વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ ૧૦૦થી વધુ સબ સ્ટેશન ખૂબ જ ટૂંકા સમયમાં કાર્યરત કર્યા છે. જેણે દક્ષિણ ગુજરાતના વિકાસમાં ખૂબ જ અગત્યનો ફાળો આપ્યો છે.

Comments
Post a Comment