ઢોડિયા ભાષા-સંસ્કૃતિના જતન માટે નિવૃત્ત શિક્ષક અરવિંદભાઈ એમ. પટેલનો અનોખો પ્રયાસ વલસાડ/નાનાપોઢા: વલસાડ જિલ્લાના નાનાપોઢા તાલુકાના **મુ.પો. ધોધડકુવા (ગામથાણા ફળિયા)**ના નિવાસી અને નિવૃત્ત શિક્ષક, સાહિત્યકાર શ્રી અરવિંદભાઈ એમ. પટેલ નિવૃત્તિ બાદ પણ ઢોડિયા આદિવાસી ભાષા, સંસ્કૃતિ અને લોકસાહિત્યના સંવર્ધન અને સંરક્ષણ માટે સતત કાર્યરત છે. "નિવૃત્તિમાં પ્રવૃત્તિ" તેમના જીવનનો મૂળ મંત્ર બની ગયો છે. અરવિંદભાઈએ અત્યાર સુધી ઢોડિયા ભાષા અને લોકસાહિત્ય પર આધારિત 15થી વધુ પુસ્તકો પ્રકાશિત કર્યા છે. જેમાં ભવોભવની પ્રીત, ચલ ઉડ પવન પાવડી, સાત ઠગનો એક ઠગ, ઘાટ ઘાટનાં પાણી, ચક્રમ ચાડિયો, અણ નાંય તે પોર, લાલિયો ઘોકો, વિસરાતી બાળ રમતો, તુણે કુકડે હવારાં, તીતીરભાઈ રે તીતીરભાઈ અને ઢોડિયામાં ગવાતાં લગ્નગીતો – નોતરાંણ જેવા ગ્રંથોનો સમાવેશ થાય છે. ઉપરાંત તેમણે NCERT-RIE માટે તાલીમ મોડ્યુલ તૈયાર કર્યા છે તેમજ **People's Linguistic Survey of India (PLSI)**માં ઢોડિયા ભાષા, સાહિત્ય અને વ્યાકરણ વિષયક મહત્વપૂર્ણ લેખન કર્યું છે. આકાશવાણી અમદાવાદ અને વડોદરા પરથી તેમના...
Surat|Mahuva|Vasrai |Kosh: સુરત જિલ્લા મહુવા તાલુકાનાં કોષ ગામના અનિલભાઈ પટેલના ચિ. ધ્યેય પટેલના જન્મ દિવસે ધોડિયા સમાજ ભવન વસરાઈને 21,000 રૂપિયાનું દાન.
Surat|Mahuva|Vasrai |Kosh: સુરત જિલ્લા મહુવા તાલુકાનાં કોષ ગામના અનિલભાઈ પટેલના ચિ. ધ્યેય પટેલના જન્મ દિવસે ધોડિયા સમાજ ભવન વસરાઈને 21,000 રૂપિયાનું દાન.
સુરત જિલ્લા મહુવા તાલુકાનાં કોષ ગામના અનિલભાઈ પટેલના ચિ. ધ્યેય પટેલ MBBS મેડીકલમાં અભ્યાસ કરે છે.જેમના જન્મ દિવસે ધોડિયા સમાજ ભવન વસરાઈને 21,000 રૂપિયાનું દાન આપવામાં આવ્યું.
જેથી,ધોડિયા સમાજ ભવન વસરાઈ સંગઠન કુ.ધ્યેય પટેલને જન્મ દિવસની શુભ કામના સાથે સાથે ઉજ્જવળ ભવિષ્ય માટે પણ શુભ કામના પાઠવે છે. અને ઋણ સ્વીકાર કરે છે.
HAPPY BIRTHDAY 'DHYEY PATEL'
લિ. દિશા ધોડિયા સમાજ સંગઠન મું.પો. વસરાઈ તા. મહુવા દક્ષિણ ગુજરાત વિભાગ


Comments
Post a Comment