Skip to main content

Posts

Showing posts from March, 2024

Chikhli|Surakhai:'શ્રી જ્ઞાન કિરણ ધોડિયા સમાજ ભવન સુરખાઈ ખાતે તેજસ્વી તારલાનું સન્માન અને શિક્ષકોનું સ્નેહ મિલન યોજાયું.

  Chikhli|Surakhai:'શ્રી જ્ઞાન કિરણ ધોડિયા સમાજ ભવન સુરખાઈ ખાતે તેજસ્વી તારલાનું સન્માન અને શિક્ષકોનું સ્નેહ મિલન યોજાયું. તારીખ 15-09-2024નાં રવિવારનાં દિને 9:00 કલાકે શ્રી જ્ઞાન કિરણ ધોડિયા સમાજ ભવન સુરખાઈ ખાતે તેજસ્વી તારલાનું સન્માન અને શિક્ષકોનું સ્નેહ મિલન યોજાયું હતું. શ્રી જ્ઞાનકિરણ ધોડિયા જ્ઞાતિ મંડળ દવારા આયોજીત સમાજના શૈક્ષણિક વર્ષ २०२३- २४ દરમિયાન ધોરણ-૧૦,૧૨, JEE, NEET-1 પરીક્ષાઓમાં હાંસલ કરેલ ઉચ્ચ ગુણો મેળવીને ધોડિયા સમાજના તેજસ્વી તારલાઓ અને સારસ્વતોનું સન્માન તથા ઇનામ વિતરણ કાર્યક્રમ શ્રીમતિ શાંતાબા નારણદાસ પટેલ સમાજભવન, સુરખાઈ ખાતે યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ સંયુકત ખેતી નિયામક અને સમાજસેવામાં સદાય અગ્રેસર એવા ધનસુખભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો. જેમાં ધોડિયા ૧૦,૧૨, JEE માં સમાજના ધોરણ- NEET અને ઝળહળતી સિધ્ધિઓ હાંસલ કરનાર રાજયમાં રહેતા વિદ્યાર્થીઓની સમગ્ર ગુજરાત એન્ટ્રીઓ મળી હતી જેમનું ઉકત ઈનામ વિતરણ, પ્રમાણપત્રો આપીને સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ એ હતું કે જેમાં ૧૦૦ એન્ટ્રીઓ પૈકી ૯૦ જેટલા તેમના માતા-પિતા/વાલીઓ સાથે ઉપસ્થિ

ધોડિયા સમાજનું ગૌરવ : દિકરી કૃતિકાએ એમબીબીએસની ડિગ્રી પ્રાપ્ત કરી.

        ધોડિયા સમાજનું ગૌરવ : દિકરી કૃતિકાએ એમબીબીએસની ડિગ્રી પ્રાપ્ત કરી. ચરી તા.ચીખલીનાં રહેવાસી અને નવસારી તાલુકામાં પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવતા મનોજભાઈ ડી.પટેલ તથા ગીતાબેન પટેલની દિકરી કૃતિકા પટેલે હાલ વર્ષ 2024માં MBBS ની ડીગ્રી પ્રાપ્ત કરી છે.  જે બદલ તેમનો પરિવાર ખુશીની લાગણી વ્યક્ત કરે છે. સમાજની દીકરીઓ જ્યારે ભણીગણીને આગળ આવે ત્યારે સમાજના દરેક માતાપિતા માટે ગર્વની બાબત ગણાય છે. ડૉ.કૃતિકા પટેલ અને પરિવારને હાર્દિક અભિનંદન             ભાઈ બહેનની જોડી ડૉ.કૃતિકા સાથે જય પટેલ 

Mahuva (Vasarai) : મહુવા તાલુકાના સાંબા ગામના નિવૃત્ત શિક્ષક વિનોદભાઈ સિંદુરીયા નાં પરિવારજન તરફથી ધોડિયા સમાજ ભવન વસરાઈને ૫૧,૦૦૦ રૂપિયાનું દાન.

    Mahuva (Vasarai) : મહુવા તાલુકાના સાંબા ગામના નિવૃત્ત શિક્ષક વિનોદભાઈ સિંદુરીયા નાં પરિવારજન તરફથી ધોડિયા સમાજ ભવન વસરાઈને ૫૧,૦૦૦ રૂપિયાનું દાન. વિનોદભાઈ સિંદુરીયા(મું. સાંબા તા.મહુવા. જિ. સુરત) (નિવૃત્ત શિક્ષક )અને પરિવારજનો આજે સમાજ માટે કાયમ આનંદનો પ્રસંગ બની રહ્યો. તેઓ દિશા સંગઠનના પાયાના કાર્યકર છે.સદાય સમાજના હિતેચ્છુ શ્રી વિનોદભાઈ સિંદુરીયા (નિવૃત્ત શિક્ષક 'અને કર્મનિષ્ઠ ખેડૂત.)ના પરિજનો કર્મભૂમિ અને સમાજને યાદ કરી પરિવારજનો દ્વારા( દિશા ધોડિયા સમાજ વસરાઇ સમાજભવન નિર્માણ માટે (સમાજ માટે સદાય યાદગાર પ્રેરણાદાઈ),૫૧,૦૦૦,/ એકાવન હજાર) ભવન નિર્માણ માટે સ્વર્ણિમ યોગદાન આપી સમાજને એક ઉદાહરણ પૂરું પાડયું છે. સાધારણ પરિવાર ની આ અસાધારણ ઉદારવૃત્તિ નું શ્રેષ્ઠ ઉદાહરણ છે. અને એમના પરિવારની સેવાભાવી વૃત્તિ થકી આજે સમાજની ગૌરવની પળ તો ખરી જ(ગામ સાંબા અને પરિવારે)સાચી મદદપણ કરી છે.સાથે સમાજની વિરાસત સર્જવામાં આપનું યોગદાન સદૈવ સુવર્ણ અક્ષરે લખાશે.ભવ્ય સાંસ્કૃતિક ભવનના પાયામાં આપના પરિવાર તરફથી (,૫૧,૦૦૦/- એકાવન હજાર)નું દાન સમાજને ભામાશા બની અને ઉદારહાથે કરેલી મદદ બહુમુલ્ય યોગદાનને મુલ્

Mahuva: જી.પી. એસ. સી. વિના કોચીંગે ક્લીયર કરી ખૂબજ નાની વયે સિધ્ધિ મેળવનાર મહુવા વહેવલનો ક્રિપલ પટેલ.

        Mahuva: જી.પી. એસ. સી. વિના કોચીંગે ક્લીયર કરી ખૂબજ નાની વયે સિધ્ધિ મેળવનાર મહુવા વહેવલનો ક્રિપલ પટેલ. ધોડિયા સમાજના ભાઈઓ ઉચ્ચ શિક્ષણનાં શિખરસર કરે એ આનંદ અને ગૌરવની વાત છે. મહેનત ખંત ઘગશ ને ઇચ્છાશક્તિ હોય તો શું શક્ય નથી ? બધુજ શક્ય છે.  આજના સમયમાં નવી પેઢી માટે કુ. ક્રિપલ સુરેશભાઈ પટેલ ચોક્કસ પ્રેરણાદાયક છે. (ઘણા વર્ષો બાદસમાજની આ પ્રતિભા ડાયરેકટ કલાસ - 1 ) બી.ઇ એમ. ટેક. (એન્વાયર્મેન્ટ) બાદ જી.પી. એસ. સી. વિના કોચીંગે ક્લીયર કરી ખૂબજ નાની વયે આ અદભૂત બેજોડ સિદ્ધિ મેળવનાર આ વિસ્તારમાં ભાઈ ક્રિપલ પ્રથમ છે. આ સાથે (નોકરી એમને શોધતી આવી) હજી તેઓ વધુ આગળ કંઈક કરવાનું વિચારે છે. તા.૨૫-૩-૨૪ના દિને દિશા ધોડિયા સમાજની ટીમે અને વહેવલ ગામના યુવાનો સાથે એમના નિવાસસ્થાને મુલાકાત લીધી ત્યારે વિશેષ આનંદ એ વાત નો થયો કે ખૂબ સાધારણ પરિવારમાંથી આવી સિદ્ધિ કાબિલે તારીફ છે. ખુબ જ શાંત-સરળ-નિખાલસ સ્વભાવનાં ભાઈશ્રી ક્રિપલ અને પરિવારજનો સાથે સમાજની ટીમની શુભેચ્છા મુલાકાત યાદગાર રહી. સમગ્ર યુવાધન માટે અને સમાજને પ્રેરણાદાઈ વ્યકિતત્વનો ફરી સમાજ સંગઠન વતી ઉજ્જવળ ભવિષ્ય માટે શુભ શુભ શુભ કામનાં. Post c

Khergam ખેરગામ વેણફળીયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ધૂળેટી પર્વ નિમિત્તે યુનિટી ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ.

                 Khergam ખેરગામ વેણફળીયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ધૂળેટી પર્વ નિમિત્તે યુનિટી ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ. તારીખ:૨૫-૦૩-૨૦૨૪નાં સોમવારના દિને ખેરગામ વેણફળીયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ધૂળેટી પર્વ ટાણે યુનિટી ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી.  જેમાં સમસ્ત વેણફળિયાનાં યુવાનોની કુલ છ ટીમોએ ભાગ લીધો હતો.જેમાં જોહાર ઈલેવન, નિકુંજ ઈલેવન, સંદિપ ઈલેવન, વિક્કી ઈલેવન, નહેર ઈલેવન, અને અજય ઈલેવનનો સમાવેશ થાય છે.   જેમાં વિક્કી ઈલેવન અને નહેર ઈલેવન વચ્ચે ફાઇનલ મુકાબલામાં વિક્કી ટીમ ચેમ્પિયન બની હતી જ્યારે નહેર ટીમ રનર્સ અપ બની હતી. જે ખેલાડીઓ ૧૬ વર્ષથી લઈને ૪૫ વર્ષ સુધીની વય ધરાવે છે. આ ટુર્નામેન્ટનું  આયોજન સતત સાત વર્ષથી થઈ રહ્યું છે. જે વેણ ફળિયાનાં યુવાઓની એકતા અને ભાઈચારાની મિશાલ રજૂ કરે છે.  આ કાર્યક્રમમાં યુવાનો દ્વારા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જે સતત સાત વર્ષથી કરવામાં આવે છે.  ટ્રોફીનું યોગદાન ઉજ્જવલ પટેલ તરફથી મળ્યું હતું.તેમજ મહાપ્રસાદ માટે આશિષ પટેલ, જયદીપ પટેલ, વિક્કી પટેલ, રણજીત પટેલ તરફથી  આ ટુર્નામેન્ટમાં યોગદાન આપ્યું હતું. આ સિવાય પણ નામી અનામી વ્યક્તિઓએ યોગદાન આપ

Mahuva (Vasarai) : સ્વ.રમણભાઈ વહીયા (નિવૃત્ત શિક્ષક)નાં પરિવારજન તરફથી (દિશા) ધોડિયા સમાજ ભવન વસરાઈને ₹૨,૫૧,૦૦૦ જેટલી માતબર રકમનું દાન.

      Mahuva (Vasarai) :  સ્વ.રમણભાઈ વહીયા (નિવૃત્ત શિક્ષક)નાં પરિવારજન તરફથી  (દિશા) ધોડિયા સમાજ ભવન વસરાઈને ₹૨,૫૧,૦૦૦ જેટલી માતબર રકમનું દાન. " દિશા" ધોડિયા સમાજ મું.પો.વસરાઇ (ગુજરાત વિભાગ ) " સમાજ નિર્માણથી રાષ્ટ્રનિર્માણ " "સમાજ દિવ્ય છે." "સમાજ ભવ્ય છે." " આનંદની ક્ષણ " સ્નેહીશ્રી, દિનેશભાઈ આર.વહીયા, બિપિનભાઈ આર.વહીયા, સુધીરભાઈ આર. વહિયા (મું. બામણિયા તા.મહુવા.) અને માતૃશ્રી રમણીબેન વહીયા (નિવૃત્ત શિક્ષિકા) અને પરિવારજનો આજે સમાજ માટે કાયમ આનંદનો પ્રસંગ બની રહ્યો. સદાય સમાજના હિતેચ્છુ સ્વ.રમણભાઈ વહીયા (નિવૃત્ત શિક્ષક 'અને કર્મનિષ્ઠ ખેડૂત) ના પરિજનો કર્મભૂમિ અને સમાજને યાદ કરી પરિવારજનો દ્વારા ( દિશા ધોડિયા સમાજ વસરાઇ સમાજભવન નિર્માણ માટે (સમાજ માટે સદાય યાદગાર પ્રેરણાદાયી) ₹૨,૫૧,૦૦૦,/ બે લાખ એકાવન હજાર) ભવન નિર્માણ માટે સ્વર્ણિમ યોગદાન આપી સમાજને એક ઉદાહરણ પૂરું પાડયું છે. સાધારણ જન ની આ અસાધારણ ઉદારવૃત્તિ નું શ્રેષ્ઠ ઉદાહરણ છે. અને એમના પરિવાર ની સેવાભાવી વૃત્તિ થકી આજે સમાજની ગૌરવની પળ તો ખરી જ(ગામ બામણિયા અને પરિવારે)સાચી મદ

Khergam : ખેરગામ ગ્રામ પંચાયત સહયોગથી શ્રીમદ્દ રાજચંન્દ્ર હોસ્પિટલ દ્વારા નિશુ:લ્ક જનરલ હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો.

                                     Khergam : ખેરગામ ગ્રામ પંચાયત સહયોગથી શ્રીમદ્દ રાજચંન્દ્ર હોસ્પિટલ દ્વારા નિશુ:લ્ક જનરલ હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો. તારીખ : ૧૪ માર્ચ ૨૦૨૪  ગુરુવારના રોજ સ્થળ : વલસાડ રોડ, ધર્મેશભાઈ પટેલની વાડીમા સમય : સવારે ૧૦.૦૦ વાગ્યાથી  બપોરે ૩.૦૦ વાગ્યા સુધી નિશુ:લ્ક જનરલ હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો. જેમાં બ્લડ સુગર,બ્લડ પ્રેશર, શરદી, ખાંસી, તાવ, ઝાડા-ઉલ્ટી,ખાસ કરીને એનિમીયાની તપાસ (શરીરમા હીમોગ્લોબીન (લોહી)નું પ્રમાણ)નાં કુલ ૩૯૫ જેટલાં લાભાર્થીઓની તપાસ કરવામાં આવી હતી. દાંતની સમસ્યાને લગતા ૭૦ જેટલાં લાભાર્થીઓની તપાસ કરવામાં આવી હતી. જ્યારે આંખની તપાસ કરી અને ૨૭૪ જેટલાં લાભાર્થીઓને ચશ્માં વિતરણ કરવામાં આવ્યું હતું. જેઓનું લોહીનું પ્રમાણ 7% થી ઓછુ આવ્યું હશે તેવા એનિમીયાના (લોહીની ઊણપ વાળા)દર્દીઓને આયુષ્યમાન ભારત કાર્ડ હેઠળ નિઃશુલ્ક સારવાર માટે શ્રીમદ્દ રાજચન્દ્ર હોસ્પિટલમાં સઘન સારવાર માટે મોકલવામાં આવશે. આ પ્રસંગે ગામના સરપંચ ઝરણાબેન પટેલ, ડેપ્યુટી જીગ્નેશભાઈ પટેલ, મામલતદારશ્રી દલપતભાઈ(ડી.સી. બ્રાહ્મણકાચ્છ) સાહેબ, ખેરગામ તાલુકા વિકાસ અધિકારીશ્રી મહેશભાઈ વિરાણી સ

Khergam : ખેરગામ મામલતદારશ્રી ડી.સી. બ્રાહ્મણકાચ્છ દ્વારા શામળા ફળિયા પ્રાથમિક શાળાની ઓચિંતી મુલાકાત દરમ્યાન શિષ્ટાચારનાં દર્શન કરાવ્યા.

                 Khergam : ખેરગામ મામલતદારશ્રી ડી.સી. બ્રાહ્મણકાચ્છ દ્વારા શામળા ફળિયા પ્રાથમિક શાળાની ઓચિંતી મુલાકાત દરમ્યાન શિષ્ટાચારનાં દર્શન કરાવ્યા. તારીખ ૧૩-૦૩-૨ ૦૨૪નાં દિને બીજા સેશન દરમ્યાન ખેરગામ મામલતદારશ્રી ડી.સી. બ્રાહ્મણકાચ્છ દ્વારા શામળા ફળિયા પ્રાથમિક શાળાની ઓચિંતી મુલાકાત લેવામાં આવી હતી. જેમાં પ્રથમ બી.એલ.ઓ. દ્વારા બુથની માહિતી લેવામાં આવી. ત્યાર બાદ ધોરણ -૭ નાં વર્ગખંડમાં દાખલ થઈ શિક્ષકની ખુરશી પર બેસતા પહેલાં બાળકો પાસે બેસવા અંગે પૂછવામાં આવતાં બાળકો નવાઈ પામ્યા હતા. એક અધિકારી શિક્ષકની ખુરશી પર બેસવા અંગે મંજૂરી માંગે અને તે પણ બાળકો પાસે એ બાળકો માટે નવાઈની વાત  કહેવાય. જે તેમણે નમ્રતાનાં ગુણનું પ્રત્યક્ષ શિક્ષણ આપ્યું હતું.  સાહેબે વર્ગમાં અધિકારી તરીકે નહિ પરંતુ શિક્ષકની જેમ બાળકો સાથે વાર્તાલાપ કર્યો હતો.વાતચીત દરમ્યાન બાળકો પણ જાણે શિક્ષક સાથે જ વાતચીત કરતા હોય તેવું વાતાવરણ જોવા મળ્યું હતું. જે આજના વર્તમાન સમયમાં જવલ્લે જોવા મળે છે. બાળકો દ્વારા અંગ્રેજીમાં અભિવાદન કર્યા બાદ  સાહેબે માતૃભાષામાં અભિવાદન કરી માતૃભાષાના ગૌરવનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ત્યાર

સ્પે. ખેલ મહાકુંભમાં પીપલખેડ ક્લસ્ટરના સીઆરસી ગાયકવાડ બે રમતમાં પ્રથમ.

            સ્પે. ખેલ મહાકુંભમાં પીપલખેડ ક્લસ્ટરના સીઆરસી ગાયકવાડ બે રમતમાં પ્રથમ. નવસારી જિલ્લાનો સ્પેશ્યલ ખેલ મહાકુંભ અંધજન મંડળ દ્વારા જલાલપોર સરદાર પટેલ વિદ્યાલયમમાં યોજાયો હતો. જેમાં પીપલખેડ ક્લસ્ટરના સીઆરસી ચંદ્રકાંતભાઈ બી. ગાયકવાડએ ચક્ર ફેંક અન ગોળા ફેંકમાં ભાગ લઇ પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો. હવે તે રાજ્ય કક્ષાએ રમવા જશે જેમને ડીપીઈઓ, સાહેબ નાયબ ડીપીઇઓ તેમજ વાંસદા બીઆરસી વાંસદા તાલુકાના પ્રાથમિક શિક્ષકો તેમજ ક્લસ્ટરની તમામ શાળાના શિક્ષકોએ શુભેચ્છાઓ પાઠવી હતી. 

મહાનાયિકાઃ સાવિત્રીબાઈ ફૂલે (1831-1897)

  મહાનાયિકાઃ સાવિત્રીબાઈ ફૂલે (1831-1897) મરાઠીના આદ્ય કવયિત્રી ફૂલેનો આજે જન્મદિવસ છે. મહારાષ્ટ્રના નયગાવમાં જન્મેલાં સાવિત્રીબાઈના 9 વર્ષની વયે ભાવિ સુધારક જોતિબા ફૂલે સાથે લગ્ન થયાં હતાં. લગ્ન પછી જોતિબાએ તેમને ભણાવ્યાં એટલું જ નહિ 1848માં પોતે સ્થાપેલી શાળામાં શિક્ષિકા તરીકે પણ નિયુક્ત કર્યાં. ઘરથી શાળાએ જતાં તેમના પર રૂઢિચુસ્તો છાણ-મળ- મૂત્ર વગેરે ફેંકતા ત્યારે તેઓ બે સાડીઓ રાખતા જેથી એક સાડી ખરાબ થાય શાળાએ જઈ બીજી પહેરી શકાય. પતિના સધિયારામાં બાળલગ્ન, વિધવાઓની કફોડી સ્થિતિ, વિધવા વિવાહની મનાઈ, અસ્પૃશ્યતા વગેરે સામાજિક દૂષણો વિરુદ્ધ અવાજ બુલંદ કર્યો. વિધવાઓએ  માથું મૂંડાવવું જેવી કુરીતિઓ વિરુદ્ધ તો  તેઓએ આંદોલન કર્યું હતું. શિક્ષણ પ્રત્યે સાવિત્રીબાઈને વિશેષ લગાવ હતો. દેશનું પહેલું બાલિકા વિદ્યાલય શરૂ કરવા સાથે બાલિકાઓ માટે 18 જેટલા વિદ્યાલયો પણ ખોલ્યા હતા. કવિયત્રી સાવિત્રીબાઈએ કાવ્ય ફૂલે બાવનકશી સુબોધરત્નાકર જેવા કાવ્ય સંગ્રહો રચ્યા હતા. પુનાની યુનિવર્સિટીને સાવિત્રીબાઈ ફૂલે યુનિ.નામ અને તો ટપાલટિકિટ દ્વારા તેમનું સન્માન થયું  છે. 1897ના વર્ષે એ જમાનામાં અસાધ્ય ગણાતા પ્લેગના રોગ

Khergam : ખેરગામ તાલુકાની પાટી પ્રાથમિક શાળામાં પીએમશ્રી શાળા મકાનનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો.

     Khergam  : ખેરગામ તાલુકાની પાટી પ્રાથમિક શાળામાં પીએમશ્રી શાળા મકાનનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો. આજરોજ તારીખ :૦૮-૦૩-૨૦૨૪નાં દિને પાટી પ્રાથમિક શાળામાં શાળાના પીએમસીશ્રી મકાનનો લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો.  જેમાં ગણદેવી વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય અને ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ સાહેબ, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી પરેશભાઈ પટેલ, માજી જિલ્લા પંચાયત પ્રમુખ અને જિલ્લા પંચાયતના સભ્ય શ્રી ભીખુભાઇ આહીર ,નવસારી જિલ્લાના નાયબ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી નવીનભાઈ પટેલ સાહેબ , આરોગ્ય અધિકારીશ્રી, ખેરગામ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી રાજેશભાઈ પટેલ, પાટી ગામના સરપંચ શ્રી, તોરણવેરા ગામના સરપંચ શ્રી ,પાણીખડકના સરપંચ શ્રી ,તાલુકા પંચાયત સભ્યશ્રીઓ ,ખેરગામ તાલુકા ભાજપના અગ્રણી ચુનીભાઇ પટેલ, વાડ ગામના સરપંચશ્રી,  બક્ષીપંચ મોરચાના પ્રમુખ શ્રી દિનેશભાઈ પટેલ, અગ્રણીઓ ,ભૂતપૂર્વ આચાર્યશ્રીઓ ,ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી દિવ્યેશભાઈ તથા ખેરગામ તાલુકાના મહામંત્રી શ્રી કિરીટભાઈ અને ખેરગામ તાલુકાના  BRC CO. વિજયભાઈ પટેલ તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

આ ધોડીઆ વળી શું છે?

         આ ધોડીઆ વળી શું છે? સુરત જિલ્લાના મહુવા તાલુકાના નાનકડા અનાવલની બાજુમાં ગણતરીનાં ખોરડાંવાળા ગામ કોષમાં રહેતા ૪૭ વર્ષી આદિવાસી કુલીન પટેલ વ્યવસાયે તો ફોટોગ્રાફર છે, પણ એમની ઓળખ અલ્પ પ્રચલિત ધોડીઆ ભાષાના જતન માટેની છે. એ છેલ્લા દોઢ દાયકાથી ધોડીઆ શબ્દસંગ્રહ બનાવી રહ્યા છે. ૧૫૦૦થી વધુ શબ્દો સાથે એ તૈયાર છે અને એને પ્રકાશિત કરવાની મથામણ કરી રહ્યા છે. કુલીનભાઈ ધોડીઆ ભાષામાં કવિતા લખે છે. ભાષાની સાથે ઘોડીઆ સંસ્કૃતિનાં ગીત-નૃત્ય- પરંપરા-ધાર્મિક આસ્થા, વગેરેનું એ દસ્તાવેજીકરણ કરતા રહે છે. ગયા ઉનાળુ વૅકેશનમાં એમણે એક નવો પ્રયોગ કર્યોઃ પોતાના ઘરે ધોડીઆ ભાષાના તાલીમવર્ગ શરૂ કર્યા. કોરોના આવ્યો ત્યાં સુધી એ નિયમિત ચાલ્યા. કોરોના કાળમાં આ વર્ગ ઑનલાઈન શરૂ થયા. લગભગ દર પંદર દિવસે કુલીન પટેલની સાથે કોઈ ગાયક કે શિક્ષક જોડાય અને ધોડીઆ ભાષાની વાત કરે. કોરોના જાય પછી ફરી નિયમિત રીતે વર્ગો શરૂ થઈ જશે. અલબત્ત, સુરત, વડોદરા, અમદાવાદ જેવા શહેરી વિસ્તારમાં રહેતા ધોડીઆ જ્ઞાતિના લોકો પોતાનાં બાળકો માટે ભાષાની પ્રાથમિક જાણકારી માટેના વર્ગો શરૂ કરવાની તૈયારી કરી રહ્યા છે. કુલીન પટેલ કહે છે: 'દેશ આઝાદ થ

Khergam : ખેરગામ બંધાડ ફળિયા ખાતે નવી આંગણવાડીનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું.

                           Khergam : ખેરગામ બંધાડ ફળિયા ખાતે નવી આંગણવાડીનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું.   ખેરગામ બંધાડ ફળિયાના નવી આંગણવાડી બનાવવા છેલ્લા ઘણા સમયથી ઉઠેલી માંગ અને સ્થાનિક આગેવાનોની રજૂઆતના પગલે મનરેગા યોજના અંતર્ગત આંગણવાડીનું નવું મકાન બનાવવા માટે રૂપિયા 10 લાખની ગ્રાન્ટ મંજુર થતાં ગામના પ્રથમ નાગરિક એવા મહિલા સરપંચશ્રી ઝરણાબેન પટેલના હસ્તે આંગણવાડીના મકાન બાંધકામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં ખેરગામ તાલુકા કોંગ્રેસ પ્રમુખ સશીનભાઈ પટેલ, ધર્મેશભાઈ પટેલ, ધનસુખભાઈ પટેલ તેમજ ગ્રામ પંચાયતના સભ્યો શૈલેષભાઈ, હેમલતાબેન, પ્રિયંકાબેન, સુભાષભાઈ, નીલમબેન અને ફળિયાના રહીશો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.સરપંચ ઝરણાબેન પટેલે જણાવ્યું કે બંધાડ ફળિયામાં પ્રથમવાર આંગણવાડીનું નવું બાંધકામની કામગીરી શરૂ થતાં બાળકોને નવી સુવિધા પ્રાપ્ત થશે.

Chikhli (Rumla): જાગૃતિ વિદ્યાલય રૂમલાના વિદ્યાર્થીઓનો વિદાય અને શુભેચ્છા સમારોહ યોજાયો.

       Chikhli (Rumla): જાગૃતિ વિદ્યાલય રૂમલાના વિદ્યાર્થીઓનો વિદાય અને શુભેચ્છા સમારોહ યોજાયો. ધો.10 અને ધો.12 એટલે વિદ્યાર્થીજીવનના સૌથી મહત્વના વર્ષો. જીવનની દિશા નિર્ધારિત કરનારા આ મહત્વના પડાવને પાર કરનારા જાગૃતિ વિદ્યાલય રૂમલા ખાતે તારીખ : ૦૪-૦૨-૨ ૦૨૪નાં  દિને  વિદ્યાર્થીઓનો વિદાય અને શુભેચ્છા  સમારોહ યોજાયો  હતો, જેમાં ધારાસભ્ય શ્રી નરેશભાઈ પટેલ ઉપસ્થિત રહી બાળકોને ખૂબ જ ઉત્તમ રીતે આગામી બૉર્ડ પરીક્ષાઓ આપવા માટે પ્રોત્સાહિત કર્યા તથા શાળા પરિવારને સુંદર આયોજન બદલ અભિનંદન પાઠવ્યા.

Khergam : ખેરગામ તાલુકામાં ૪.૨૦ કરોડના ખર્ચે પાંચ માર્ગનું નવનિર્માણ કરાશે, ધારાસભ્ય નરેશ પટેલના હસ્તે ખાતમુહૂર્ત.

    Khergam : ખેરગામ તાલુકામાં ૪.૨૦ કરોડના ખર્ચે પાંચ માર્ગનું નવનિર્માણ કરાશે, ધારાસભ્ય નરેશ પટેલના હસ્તે ખાતમુહૂર્ત. ખેરગામ તાલુકામાં રૂપિયા ૪.૨૦ કરોડના ખર્ચે પાંચ રસ્તાના મજબૂતીકરણ માટે મંજૂરી મળતા રવિવારે ત્રણ જેટલા રસ્તાના ખાતમુહૂર્તનો કાર્યક્રમ ધારાસભ્ય નરેશભાઈ પટેલના હસ્તે ભાજપ પ્રમુખ ચુનિભાઈ પટેલ,મહામંત્રી શૈલેષભાઈ તેમજ લિતેશભાઈની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો. ખેરગામ પાટી રોડથી ભેરવી હરિજન વાસનો ઝરા ફળિયાનો માર્ગ જે ઘણા વર્ષથી બિસમાર હાલતમાં હોય એ રસ્તો નવો બનાવવા સ્થાનિક લોકોની ઘણી માંગ હતી,જે દોઢ કિમીના રસ્તા માટે ૪૦ લાખ રૂપિયાની મંજૂરી મળતા તેનું કામ હાથ ધરવામાં આવશે. તેમજ ખેરગામ મિશન ફળિયા, રૂઝવણી, ડેબરપાડા, જામનપાડા સુધીનો સાડા પાંચ કીમીનો માર્ગ રૂપિયા દોઢ કરોડના ખર્ચે નવો બનાવવામાં આવશે. ખેરગામ વાવ સુધીનો ૩.૪૦ કિમીનો રોડ ૯૨ લાખ અને ખેરગામ પીઠા સુધીનો ૩.૬૦ કિમીનો માર્ગ રૂપિયા એક કરોડના ખર્ચ મજબૂતીકરણ કરવામાં આવશે. જ્યારે ખેરગામ સામર ફળિયાનો ૧.૪૦ કિમીનો રસ્તો રૂપિયા ૩૮ લાખના ખર્ચે બનાવવામાં આવશે. આ મુખ્ય રસ્તા સમગ્ર વિસ્તારની સ્થાનિક પ્રજા માટે ખુબજ જરૂરિયાત હોય જેના નિર્મ

Khergam: શામળા ફળિયા પ્રાથમિક શાળામાં 'સ્પોર્ટ્સ ડે' અને સમૂહભોજન કાર્યક્રમ ઉજવાયો.

                                  Khergam: શામળા ફળિયા પ્રાથમિક શાળામાં 'સ્પોર્ટ્સ ડે' અને સમૂહભોજન કાર્યક્રમ ઉજવાયો. તારીખ : ૦૧-૦૩-૨૦૨૪નાં દિને શામળા ફળિયા પ્રાથમિક શાળામાં 'સ્પોર્ટ્સ ડે' અને સમુભોજન કાર્યક્રમ ઉજવાયો હતો.  આ સ્પોર્ટ્સ ડેની ઉજવણીમાં  બાલવાટિકા અને ધોરણ ૧થી૮નાં બાળકોએ ભાગ લીધો હતો. જેમાં સંગીત ખુરશી, કોથળા કૂદ, દોરડાં ખેંચ અને બિસ્કીટ પકડ જેવી રમત રમાડવામાં આવી હતી. બાળકોએ સ્પોર્ટ્સ ડે ઉજવણીમાં  ઉત્સાહપૂર્વક ભાગ લઈ પ્રથમ ક્રમાંક મેળવવા પ્રયત્ન કરતાં જોવા મળ્યા હતા. સમૂહભોજનમાં બાળકોને પાઉંભાજી અને પુલાવ કઢી પીરસાયું હતું. વિજેતા બાળકોને ઇનામ અર્પણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં. તેમજ શાળાનાં આચાર્યશ્રી પ્રજ્ઞાબેન પટેલ દ્વારા ભાગ લીધેલ તમામ બાળકોને અભિનંદન પાઠવ્યા હતાં.

મહુવાના બીડ ગામે ખેડૂતની બળદગાડામાં અંતિમયાત્રા નિકળી.

             મહુવાના બીડ ગામે ખેડૂતની બળદગાડામાં અંતિમયાત્રા નિકળી. મહુવા તાલુકાના બીડ ગામે રહેતા દિનેશ રમેશ પટેલ (ઘોડિયાં) નું ગઈકાલે રાત્રે નિધન થયું હતું. વર્ષોથી ખેતી સાથે સંકળાયેલા ૫૫ વર્ષીય ખેડૂતની અંતિમ યાત્રા તેમના સૌથી પ્રિય એવા બળદગાડામાં નીકળી હતી. ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા દિનેશ પટેલને વર્ષોથી બળદગાડા સાથે અતૂટ પ્રેમ રહ્યો હતો. બળદગાડા મારફતે જ તેમના પરિવારનું ગુજરાન ચાલી રહ્યું હતું. મંગળવારની રાત્રે તેમનુ નિધન થતા પરિવારજનો અને ગ્રામજનોએ તેમની અંતિમ યાત્રા બળદગાડામાં કાઢવાનું નક્કી કરતા બીડ ગામે અંતિમયાત્રા સદ્દગતના મનપસંદ વાહનમાં નીકળી હતી.